વડોદરા: રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇ રાજ્યના નાગરિકો અને વડોદરા શહેરના નાગરિકોની અંદર કોરોનાને લઈ ટેસ્ટિંગ (Covid-19 Testing Vadodara) બાબતે જાગૃતતા જોવા મળી રહી છે. જેવી રીતે 24 કલાકમાં નવા 2,941 કેસ સામે આવ્યા છે. ત્યારે વડોદરા શહેરની વિવિધ કોલેજમાં બહારગામથી અભ્યાસ અર્થે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવતા હોય છે અને હોસ્ટેલોમાં રહી અભ્યાસ કરે છે. જેમાં ગત અઠવાડિયે હોસ્ટેલોમાં કોરોનાના કેસ નોંધાવવાના કિસ્સા સામે આવતા શુક્રવારે MS યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના રેપીડ ટેસ્ટ (Rapid Test IN MS University) કરવામાં આવ્યા હતા, જેમાં 10 વિદ્યાર્થી અને વોર્ડન પોઝિટિવ આવ્યા હતા.
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં કોરોના ટેસ્ટિંગ ગર્લ્સ હોસ્ટેલમાં ટેસ્ટિંગ દરમિયાન 35 વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ
ગુરુવારે આજ રીતે MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ટેસ્ટિંગ દરમિયાન 35 વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ (35 students corona positive MS University) આવતા દોડધામ મચી હતી. તેવી જ રીત આજે બોઇઝ હોસ્ટેલમાં કોરોના ટેસ્ટિંગ (Corona testing campaign) કરવામાં આવ્યું હતું. MS યુનિ.માં કોરોનાના પોઝિટિવ કેસ જે રીતે વધી રહ્યા છે તેને લઈને હવે તંત્ર સતર્ક તો થયું છે પરંતુ MS યુનિવર્સિટીમાં રેપીડ ટેસ્ટ કરી સંતોષ માનતું તંત્ર RT-PCR ટેસ્ટ કરાવે તો વધુ કોરોનાના કેસ આવવાની સંભાવના છે.
આ પણ વાંચો: Gujarat Corona Update: આજે પણ ગુજરાતમાં કોરોનાના કેસ 20,000ની ઉપર
આ પણ વાંચો: Face To Face Interview : સરકારે આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ માટેની વય મર્યાદા દૂર કરી : પ્રદીપ પરમાર