વડોદરા: ગુજરાતમાં કોરોનાના કેસો (Corona Cases In Gujarat) સતત વધી રહ્યા છે. રાજ્યના અમદાવાદ (Corona Cases In Ahmedabad), સુરત, વડોદરા (Corona Cases In Vadodara) સહિતના શહેરોમાં કોરોનાએ ગતિ વધારી છે, ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા (Indian Medical Association Vadodara)એ કોરોનાના વધી રહેલા વ્યાપને ખતરારૂપ ગણાવ્યો છે. શહેરીજનોને એક મહિનો તકેદારી રાખવા માટે અપીલ કરી છે. સાથે જ રાજકીય મેળાવડા નહીં યોજવા સરકારને પણ અપીલ કરી છે.
એક મહિના માટે મેળાવડા અને કાર્યક્રમોથી દૂર રહેવાની અપીલ
ઇન્ડિયન મેડિકલ એસોસિએશને શહેરમાં રોજબરોજ વધતાકોરોના વ્યાપ (Corona In Vadodara)ને ખતરારૂપ ગણાવ્યો છે. વધતા કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શહેરીજનોને એક મહીના સુધી સાવચેતીના ભાગરૂપે (precautions for corona pandemic) લગ્ન, સામાજિક, ધાર્મિક, રાજકીય મેળાવડા અથવા કાર્યક્રમોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.