- કોરોનાના કેસો માનસિક આરોગ્ય હોસ્પિટલમાં પણ નોંધાયા
- 45 વર્ષથી ઉપરના ઉંમરના લોકોનું વેક્સિનેશન પૂર્ણ
- 5 કોરોના દર્દીના મોત
વડોદરા:કોરોના મહામારીની બીજી લહેર માનસિક આરોગ્ય હોસ્પિટલમાં જાન્યુઆરીથી મે મહિનામાં 49 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાં પાંચ કોરાના દર્દીનું મોત થયું હતું. કોરોનાની સામે રસીકરણ એ રામબાણ ઈલાજ છે. જેનો કોર્પોરેશન દ્વારા માનસિક આરોગ્ય હોસ્પિટલમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં 45 વયના વર્ષના ઉપરના લોકોનું પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. જ્યારે 18 વર્ષની વયના લોકોનું એક અઠવાડિયા પછી વેક્સિનેશન ચાલુ કરવામાં આવશે.
માનસિક આરોગ્ય હોસ્પિટલમાં પણ નોંધાયા કોરોનાના કેસો આ પણ વાંચો: કોરોના સંક્રમિત મિત્રના વ્હારે આવ્યા 25 વર્ષ પહેલાના 5 બેચમેટ્સ, 80 લાખથી વધુનું ભંડોળ ભેગું કર્યું
18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ એક અઠવાડિયામાં ચાલુ કરવામાં આવશે
કોરોનાની બીજી ઘાતક લહેર ચાલી રહી છે, ત્યારે કોરોનાના કેસોમાં દિવસેને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. કોરોનાની સામે વેક્સિનેશન એ એક રામબાણ ઉપાય છે. વડોદરા કારેલીબાગ ખાતે આવેલી માનસિક આરોગ્ય હોસ્પિટલમાં કોર્પોરેશન હસ્તક ચાલુ થઈ ગઈ છે. ત્યારે 45 વર્ષના માનસિક આરોગ્ય હોસ્પિટલમાં દાખલ દર્દીઓનું રસીકરણ થઈ ગયું છે. 80 જેટલા 45 વર્ષના દર્દીઓનું રસીકરણ થઈ ગયું છે. 18 વર્ષની વયના દર્દીઓનું રસીકરણ એક અઠવાડિયા પછી ચાલુ કરવામાં આવશે.
આ પણ વાંચો: મ્યુકોરમાઇકોસીસના ઇન્જેકશન્સ આપવા કે નહીં તેની તપાસ સિવિલની ટીમ કરશે, ખાતરી બાદ અપાશે
05 દર્દીઓ મોત થયું
માનસિક આરોગ્ય હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં જાન્યુઆરીથી લઈને મે મહિના સુધીમાં 49 દર્દીઓ નોંધાયા છે. જેમાં 11 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે અને 5 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓનો પણ મોત થયું હતું. કારેલીબાગ ખાતે આવેલી માનસિક આરોગ્ય હોસ્પિટલમાં કોવિડ બેડ બનાવવામાં આવ્યા છે. 36 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, પણ વધુ ઓક્સિજનની જરૂર પડે તો સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓને રીફર કરવામાં આવે છે.