ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાની સોસાયટીઓમાં દુષિત પાણીની સમસ્યા, લોકોમાં પાણીજન્ય રોગચાળો ફેલાવવાનો ભય

વડોદરામાં પાણીનો કકડાડ યથાવત રહેવા પામ્યો છે. શહેરના આજવારોડ ઉપર આવેલી અનેક સોસાયટીઓમાં પીવાનું પાણી દુષિત આવતા સ્થાનિક અગ્રણીએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમજ વહેલી તકે લોકોને સ્વચ્છ અને પૂરતા પ્રેશરથી પાણી આપવામાં આવે એવી માંગ કરી હતી.

વડોદરાની સોસાયટીઓમાં દુષિત પાણીની સમસ્યા
વડોદરાની સોસાયટીઓમાં દુષિત પાણીની સમસ્યા

By

Published : Jul 18, 2021, 8:26 AM IST

  • વડોદરાના પૂર્વ વિસ્તારમાં પુનઃ પાણીનો કકળાટ
  • અનેક સોસાયટીઓમાં દુષિત પાણી પ્રશ્ને લોકો પરેશાન
  • કાળા કલરનું દુષિત પાણી આવતા સ્થાનિક અગ્રણીનો વિરોધ

વડોદરા: શહેરના પૂર્વ વિસ્તારમાં દુષિત પાણીની સમસ્યા પુનઃ વકરી છે. આજવા રોડ ઉપર આવેલી જય યોગેશ્વર ટાઉનશીપ સહિત આસપાસની સોસાયટીઓમાં છેલ્લા ઘણા દિવસોથી લોકોના ઘરોના નળમાં દુષિત પાણી આવી રહ્યું છે. કાળા રંગનું અને દુર્ગંધ મારતું પાણી મળતા લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. તેમજ વિસ્તારમાં કોલેરા જેવા પાણીજન્ય રોગ ફાટી નીકળવાનો ભય છે.

વડોદરાની સોસાયટીઓમાં દુષિત પાણીની સમસ્યા

સોસાયટીમાં દુષિત પાણીની સમસ્યાને લઈ લોકોની મુશ્કેલીઓ સામે ફરી એકવાર સ્થાનિક આગેવાન તેજસ બ્રહ્મભટ્ટે અવાજ ઉઠાવ્યો છે. તેઓએ ટેક્નોક્રેટ મેયર અને મહિલા મ્યુનિસિપલ કમિશ્નરને વેધક સવાલો કરી લોકોની સમસ્યા તાકીદે દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે.

લોકોને પાણીજન્ય રોગચાળો ફેલાવવાનો ભય

વડોદરા શહેરના આજવારોડ જય યોગેશ્વર 2 સહિતની આસપાસની સોસાયટીઓમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું દુષિત પાણી આવી રહ્યું છે. આ અંગે અનેક વખત સ્થાનિક કોર્પોરેટર, વોર્ડ કચેરી સહિત કોર્પોરેશનમાં રજૂઆતો કરવામાં આવી તેમ છતાં આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હાલ કોરોનાના કેસો તો ઘટી રહ્યા છે. પરંતુ બીજી તરફ દુષિત પીવાના પાણીને કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવવાનો ભય લોકોને સતાવી રહ્યો છે.

આ પણ વાંચો:Polluted water: કલોલના પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી 3 લોકોના મોત, રોગચાળાના 50 કેસ

સ્થાયી અધ્યક્ષે સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી

આ અંગે પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ અને વિસ્તારના કાઉન્સિલર ડો.હિતેન્દ્ર પટેલે ઈટીવી ભારત સાથે થયેલી વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આજવારોડ ઉપર સર્જાયેલી દુષિત પાણીની સમસ્યા અંગે લોકોની કોઈ ફરિયાદ મળી નથી. જોકે હાલમાં વરસાદને કારણે દુષિત પાણી આવી શકે છે. શહેરમાં લોકોને પીવાનું ચોખ્ખું પાણી આપવા તંત્ર સતત કાર્યશીલ છે. જે પણ પાણીની લાઈનોમાં ભંગાણ છે. અથવા તો ક્યાંકને ક્યાંક પાણી અને ડ્રેનેજ લાઈન ભેગી થઈ ગઈ હોય તેની પણ યોગ્ય કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી ગઈ છે. આ વિસ્તારમાં લોકોને ચોખ્ખું અને પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તે માટે અધિકારીઓનું ત્વરિત ધ્યાન દોરવામાં આવ્યું છે. જેથી લોકોની સમસ્યાનું નિરાકરણ થઈ જશે.

આ પણ વાંચો:કલોલમાં રોગચાળો વધતા 10 હજારની વસતી ધરાવતા પૂર્વ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

ABOUT THE AUTHOR

...view details