વડોદરા શહેર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર
ચૂંટણી જાહેર થતાં આચાર સંહિતાનો અમલ
કોર્પોરેશન દબાણ શાખા દ્વારા હોર્ડિંગ્સ અને બેનરો હટાવાયા
વડોદરા: શહેર મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાનારી છે ત્યારે આચાર સંહિતા લાગતા શહેરમાં રાજકીય અને બિનરાજકીય જાહેર સ્થળો ઉપર લાગેલા બેનરો ઉતારવાની કામગીરી કોર્પોરેશન દબાણ શાખા દ્વારા શહેરના જુદા જુદા સ્થળે શરૂ કરી દીધી હતી. શહેરમાં 550થી વધુ હોર્ડિંગ્સ અને બેનરો ઉતારવામાં આવ્યા હતા.
ચૂંટણી જાહેર થતાં આચારસંહિતા લાગુ
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ જતા 21 ફેબ્રુઆરીના રોજ વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી યોજનારી છે, ત્યારે આચાર સંહિતાનો અમલ થતા વડોદરા શહેરની અંદર જાહેર સ્થળો અને માર્ગો ઉપર લાગેલા રાજકીય અને બિનરાજકીય બેનરો ઉતારવાની કામગીરી શહેર કોર્પોરેશન દબાણ શાખા દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે 550થી વધુ બેનરો ઉતારવામાં આવ્યા હતા.
550 થી વધુ હોર્ડિંગ્સ અને બેનરો હટાવાયા
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં આચાર સંહિતાનો અમલ શરૂ થઇ ગયો હતો. ત્યારે શહેરને જાહેર સ્થળો પર કોર્પોરેશન દબાણ શાખાની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને શહેરના ગોરવા, કારેલીબાગ, મુક્તાનંદ, છાણી જકાતનાકા, નિઝામપુરા ,ખંડેરાવ માર્કેટ, અક્ષર ચોક, મહાવીર હોલ વાઘોડિયા રોડ ,માંડવીના, ન્યાય મંદિર, લહેરીપૂરા રોડ, અલકાપુરી વાઘોડિયા રોડ, પ્રતાપનગર, તરસાલી સહિતના વિસ્તારોમાં લાગેલા રાજકીય અને બિનરાજકીય બેનરો ઉતારી લેવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ત્યારે અત્યાર સુધીમાં કોર્પોરેશન દ્વારા 550 વધુ હોર્ડિંગ્સ અને બેનરો ઉતારી લેવામાં આવ્યા છે.