ગુજરાત

gujarat

ETV Bharat / city

CNG Pump Dealers Strike : વડોદરામાં બે કલાક સીએનજી પંપ રહ્યા બંધ, ડીલરોની આવી છે માગણી - ગુજરાતમાં સીએનજીનો ભાવ

CNG ડીલરોએ આજે કમિશનમાં વધારાની માગણી સાથે વેચાણ અટકાવ્યું હતું. શું છે તેમની (CNG Pump Dealers Strike ) માગણી આવો જોઇએ.

CNG Pump Dealers Strike : વડોદરામાં બે કલાક સીએનજી પંપ રહ્યા બંધ, ડીલરોની આવી છે માગણી
CNG Pump Dealers Strike : વડોદરામાં બે કલાક સીએનજી પંપ રહ્યા બંધ, ડીલરોની આવી છે માગણી

By

Published : Feb 17, 2022, 6:42 PM IST

વડોદરાઃ વાહનોમાં વપરાતા સીએનજીના ડીલરોના કમિશનમાં (CNG Dealers Demand Commission Hike) વધારો કરવાનો પહેલી જુલાઈ 2019માં વાયદો કરવામાં આવ્યો હતો. જોકે આજદિન સુધી તેમાં કોઈ જ વધારો કરવામાં ન આવ્યો હોવાથી આજે વડોદરામાં બપોરે એકથી ત્રણ વાગ્યાના ગાળા સુધી સીએનજીનું વેચાણ અટકાવી (CNG Pump Dealers Strike ) દેવામાં આવ્યું હતું.

વડોદરામાં બપોરે એકથી ત્રણ વાગ્યાના ગાળા સુધી સીએનજીનું વેચાણ અટકાવી દેવાયું

સીએનજી પમ્પના ડીલર્સની હડતાળ

ગુજરાતભરના સીએનજી પેટ્રોલ પમ્પ ડીલર્સ (Gujatat CNG Petrol Pump Dealers) દ્વારા માર્જિન વધારાની રજૂઆતનો ઉકેલ ન લાવવાના કંપનીઓના વલણ સામેના વિરોધ કરવામાં આવ્યો હતો. તેમને કિલોદીઠ કમિશન રૃા. 1.70 આપવામાં આવે છે. આ કમિશન (CNG Dealers Demand Commission Hike ) વધારીને કિલોદીઠ રૃા. 2.50 કરી આપવાની માગણી (CNG Pump Dealers Strike )કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ CNG Gas Shortage in Anand : જિલ્લાભરમાં સીએનજી ગેસની અછત સર્જાઈ, વૈકલ્પિક વ્યવસ્થા કરવા માગ

ગુજરાતમાં સીએનજી સપ્લાયર કંપનીઓને જાણ કરવામાં આવી

ગુજરાતમાં સીએનજી સપ્લાય આપનારી કંપનીઓમાં (Companies supplying CNG in Gujarat ) ગુજરાત ગેસ, અદાણી સીએનજી, સાબરમતી ગેસ, ગેઈલ, આઈઓસી સહિતની સાત કંપનીઓ સપ્લાય આપે છે. સીએનજીનો સપ્લાય આપતી ત્રણેય કંપનીઓને આ અંગેની જાણકારી ફેડરેશનના હોદ્દેદારો તરફથી આપી દેવામાં આવી છે. આગામી સમયમાં જો ઉકેલ નહીં આવે તો હડતાળ (CNG Pump Dealers Strike )લંબાવવામાં આવશે તેવી ચીમકી સીએનજી પમ્પના ડીલર રાજેશ ઠક્કરે ઉચ્ચારી હતી.

આ પણ વાંચોઃ કમિશન વધારવાની માંગને લઇ ગાંધીનગરમાં 1 કલાક બંધ રહ્યા સીએનજી પંપ

સીએનજી નહીં મળતા ગ્રાહકોમાં રોષ

તો બીજીતરફ સીએનજી પંપ બે કલાક બંધ (CNG Pump Dealers Strike )રહેવાના કારણે ગ્રાહકોને હાલાકી પડી હતી. સીએનજી પંપ પર રિક્ષામાં ગેસ ભરાવવા આવેલા હરેશભાઇ પંચાલને ગેસ ભરાયા વગર પરત ફરવું પડ્યું હતું. જેને લઈને તેમણે રોષ ઠાલવ્યો હતો અને આ હડતાળને (CNG Pump Closed in Vadodara) લઈને તેમને નુકશાન થયાનું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details