ગુજરાત

gujarat

ETV Bharat / city

નવરાત્રિ પહેલા વડોદરામાં ચેઈન સ્નેચર્સ ફરી સક્રિય - નવરાત્રિ ઉત્સવ 2022

વડોદરામાં નવરાત્રિ (Navratri festival 2022 ) પહેલા ચેઈન સ્નેચર્સનો (chain snatching in Vadodara) આતંક ફરી વધ્યો છે. અહીં અટલાદરા વિસ્તારમાં બાઈક પર જતા વૃદ્ધાની ચેઈ ખેંચી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Vadodara police in action) નોંધાઈ હતી.

નવરાત્રિ પહેલા વડોદરામાં ચેઈન સ્નેચર્સ ફરી સક્રિય
નવરાત્રિ પહેલા વડોદરામાં ચેઈન સ્નેચર્સ ફરી સક્રિય

By

Published : Sep 24, 2022, 11:25 AM IST

વડોદરાનવરાત્રિને (Navratri festival 2022 ) હવે માત્ર 2 દિવસ બાકી છે. ત્યારે શહેરમાં ચેઈન સ્નેચર્સ (chain snatching in Vadodara) ફરી સક્રિય થયા છે. નવરાત્રિમાં ભીડમાં ચેન સ્નેચર્સ લોકોની ચેન તોડીને ફરાર થાય છે. જોકે, અહીં તો નવરાત્રિ પહેલા જ આવા 2 બનાવ સામે આવ્યા છે. ત્યારે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાનવામાં આવી છે.

2 વિસ્તારમાં બની ઘટના શહેરના અટલાદરા વિસ્તારમાં (atladara vadodara) બાઈકની પાછળ બેસેલી મહિલાનો અછોડો તોડી અજાણ્યા વ્યક્તિઓ ફરાર થઈ ગયા હતા. જ્યારે પાણીગેટ વિસ્તારમાં (panigate vadodara news) ચાલતી જઈ રહેલી મહિલાના અછોડાને કારમાં સવાર અજાણ વ્યક્તિ તોડી ભાગી ગયો હતો. આ બંને બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદો (Vadodara police in action) નોંધાઈ છે.

ચાલુ બાઈકે લૂંટઅટલાદરા વિસ્તારના (atladara vadodara) સમ્યક બંગ્લોઝમાં રહેતા 65 વર્ષીય ધનલક્ષ્મી મોટાવર પતિ ધૂળાભાઈ સાથે બાઈક પર કીર્તિ પાર્ક અટલાદરા ખાતે મમ્મી અને ભાઈને ટિફિન આપવા માટે ગયા હતા. તે દરમિયાન તેઓ નારાયણ વાડી પાસે પહોંચતા 2 વ્યક્તિઓ બાઈક પર આવ્યા હતા. ત્યારે તેમણે પહેરેલી દોઢ તોલાની સોનાની ચેન (chain snatching in Vadodara) તફડાવીને કીર્તન પાર્ક તરફ ભાગી ગયા હતા. ધૂળાભાઈએ બાઈકનો પીછો કર્યો હતો, પણ ગઠિયો ફરાર થઈ ગયો હતો. આ અંગે ધન લક્ષ્મીબેને જે પી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (jp police station vadodara) નોંધાવી હતી.

નવરાત્રિ પૂર્વે આવી ઘટના પોલીસ માટે પડકારરૂપબીજી તરફ શહેરના બાપોદ જકાતનાકા વિસ્તારમાં રહેતા 67 વર્ષીય હિરાબેન ગુરુવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ શાકભાજી લેવા ચાલતા જતા હતા. તે દરમિયાન સફેદ રંગની કારમાં આવેલો ગઠિયો તેમની સવા તોલાની ચેન લુંટી ફરાર થઈ ગયો હતો. તેઓએ આ અંગે પણ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (panigate police station) નોંધાવી હતી. શહેરના બે અલગ અલગ વિસ્તારમાં બનેલઈ આછોડા તોડની ઘટના પોલીસ તંત્ર માટે એક પડકારજનક છે. જ્યારે નવરાત્રિનો (Navratri festival 2022 ) પર્વ શરૂ થઈ રહ્યો છે તે પૂર્વે જ આ પ્રકારની ઘટના પોલીસ તંત્ર માટે એક પડકારરૂપ સાબિત (Vadodara police in action) થાય તેમ છે.

ABOUT THE AUTHOR

...view details