ગુજરાત

gujarat

ETV Bharat / city

બિલ્ડર દર્શન કરતા કરતા ઢળી પડ્યાં, હાર્ટ એટેકથી થયું મોત વીડિયો વાઇરલ - Video viral

વડોદરા શહેરમાં બિલ્ડરનું સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરતા હાર્ટ એટેકથી મોત થયું છે. જે ઘટનાનો cctv વીડિયો સામે આવ્યો હતો. હાર્ટ એટેકનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

બિલ્ડર દર્શન કરતા કરતા ઢળી પડ્યાં, હાર્ટ એટેકથી થયું મોત વીડિયો વાઇરલ
બિલ્ડર દર્શન કરતા કરતા ઢળી પડ્યાં, હાર્ટ એટેકથી થયું મોત વીડિયો વાઇરલ

By

Published : Jul 16, 2021, 1:46 PM IST

  • વડોદરાના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરતી વખતે થયું મોત
  • વલસાડના જાણીતા બિલડર જયેતી ખાલપનું અચાનક મોત હાર્ટ એટેક આવતા થયું મોત
  • એક અઠવાડિયા પહેલા થયું હતું મોત દર્શન કરતા મોતનો લાઇવ વીડિયો વાયરલ

વડોદરા: શહેરમાં હાર્ટ એટેકની એક હચમચાવી નાખતી ઘટના ઘટી હતી શહેરમાં વલસાડના બિલ્ડરનું હાર્ટ એટેકથી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરતાં કરતાં જ મોત થયું હતું. બિલ્ડરે મંદિરમાં દર્શન કરીને જેવું શીશ ઝૂકાવ્યું કે, તુરંત જ હુમલો આવ્યો અને તેઓ ભગવાનના ધામમાં જ ઢળી પડ્યા હતા. હાર્ટ એટેકનો આ લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેમાં બિલ્ડરનું કરૂણ મૃત્યુ કેદ થયું હતું.

બિલ્ડર દર્શન કરતા કરતા ઢળી પડ્યાં, હાર્ટ એટેકથી થયું મોત વીડિયો વાઇરલબિલ્ડર દર્શન કરતા કરતા ઢળી પડ્યાં, હાર્ટ એટેકથી થયું મોત વીડિયો વાઇરલ

આ પણ વાંચો:મહુવા પંથકમાં સિંહના અટફેરાનો વધુ એક વીડિયો થયો વાઇરલ

હાર્ટ એટેકથી મોતની એક ઘટના

વડોદરાના સ્વામીનારાયણ મંદિરમાં હાર્ટ એટેકથી મોતની એક ઘટના સામે આવી હતી. વલસાડના બિલ્ડર જયંતી ખેલપ મંદિરમાં દર્શને આવ્યા હતા અને દર્શન કરતી વખતે જ ઢળી પડ્યા હતા. આ ઘટના એક અઠવાડિયા પહેલાંની હોવાનું સામે આવ્યું છે. જેના સીસીટીવી સામે આવ્યા છે.

આ પમ વાંચો: વાઇરલ વીડિયો: બાંગ્લાદેશી મહિલાનું બેંગ્લોરના મિત્રોએ કર્યું યૌન ઉત્પીડન

બિલ્ડરને પ્રાથમિક સારવાર પહેલા થયું મોત

એક તરફ ભગવાન અને બીજી તરફ મૃત્યું આ બિલ્ડરે શ્રીજીચરણમાં જ શ્રીજીનું શરણ પામતા ભક્તોમાં ચકચાર મચી ગઈ હતી. બિલ્ડરના મોતના પગલે આસપાસ દર્શન કરી રહેલા ભક્તો પણ ગભરાઈ ગયા હતા. જોકે, બિલ્ડરને પ્રાથમિક સારવાર આપી શકાય તે પહેલાં તેમનું મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો એક અઠવાડિયા બાદ સોશિયલ મીડિયામાં સામે આવતા ચકચાર મચી ગઈ છે. જોકે, વડોદરાના ક્યા મંદિરમાં તેમનું નિધનથયું તે અંગે હજુ સત્તાવાર પુષ્ટી થઈ નથી.

ABOUT THE AUTHOR

...view details