વડોદરારાજ્યમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. તેવામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ વડોદરા પહોંચ્યા (BJP State President CR Patil) હતા. અહીં તેમણે સાવલી તાલુકા પંચાયત ભવનનું (Vadodara Savli Taluka Panchayat) લોકાર્પણ કર્યું હતું.
જાહેર સભામાં આપી માહિતીત્યારબાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષે પોઈચા ચોકડી પાસે એક જાહેર સભાને પણ સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીની આચાર સંહિતાના (CR Patil on Code of Conduct) હવે માત્ર 60 દિવસ જ બાકી (CR Patil on Code of Conduct) છે. તેમણે ઉમેર્યું હતું કે, ધારાસભ્ય કેતન ઈનામદારે મારી પાસે 2 કલાકનો સમય માગ્યો, પરંતુ હાલ અમે એક એક કલાક કામ કરીએ છીએ અને 182 વિધાનસભા ફરવાની છે.
ટૂંકમાં જ વાત પતાવીજાહેર સભામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ (BJP State President CR Patil), પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજા અને સાંસદ ધારાસભ્ય સહિત તંત્રગણ હાજર રહ્યા હતા. ગાંધીનગર ખાતે અચાનક કોઈ બેઠક રાખી હોવાથી 19 મિનિટનું ટૂંકુ પ્રવચન આપી તેમણે અહીંથી વિદાય લીધી હતી.
નવી ઈમારતો બનાવવાનો નિર્ણય PM મોદીનોઅહીં સી. આર. પાટીલે (BJP State President CR Patil) સંબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની નવીન ઈમારતો બનાવવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે. ભાજપના શાસન દરમિયાન ગાંધીનગરમાં હોય એવી કચેરી તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત કચેરી હોવી જોઈએ છે. સાવલી તાલુકા પંચાયતની બાંધકામ માટે સરકારે 2.47 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી હતી. તેમાં 27,00,000 રૂપિયાની બચત થઈ હતી. તે બચતના રૂપિયામાંથી તાલુકા પંચાયત ભવનમાં રાચ રચીલું પણ નાખવામાં આવશે.
ધારાસભ્ય હંમેશા હક માટે આગળ હોય છે ભાજપ પ્રદેશ અધ્યક્ષે વધુમાં ઉમેર્યું હતું (BJP State President CR Patil) કે, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારની (Savli MLA Ketan Inamdar) કામ કરવાની કાર્યપદ્ધતિ અલગ પ્રકારની છે. હક માટે લડવા આગળ હોય છે અને ગમે તેવા ચમરબંધી સાથે પણ લડી લેતા હોય છે. ડેરી સાથે દૂધ ઉત્પાદકો માટે આગળ આવ્યા અને 70,00,00,000 રૂપિયાની રકમની માગણી કરી હતી, જેમાં 72,00,00,000 રૂપિયાની માતબર રકમ તમારા દૂધ ઉત્પાદકોને અપાવી હતી.