- વડોદરામાં ભાજપના ધારા સભ્યના ઘરે ધમાલ
- હીંચકા પર બેસી જોરજોરથી હીચકા ખાઇને બૂમાબૂમ કરતો હતો
- અજાણ્યા યુવકે પથ્થરમારો કરી કાચ તોડ્યાં
વડોદરા : અકોટા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય સીમાબેન મોહિલેના નિવાસ્થાને ગત રાત્રે એક યુવકે આવીને દારૂ પીધેલી હાલતમાં ધાંધલ- ધમાલ મચાવી હતી. ઘરની બહાર મુકેલા હીંચકા પર બેસી જોર-જોરથી હીંચકા ખાધા હતા અને બૂમાબૂમ કરી હતી. બારી પર પથ્થર ફેંકી બારીના કાચ તોડી નાંખ્યા હતા. આ અંગે મહિલા ધારાસભ્યે ગોત્રી પોલીસને જાણ કરતાં પોલીસે અટકાયત કરી હતી. જે આધારે આજે સવારે મંગળવારે ગોત્રી પોલીસે યુવકની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : વાંકાનેરના જીતુ સોમાણીનો લેટર બોમ્બ, ભાજપ પ્રમુખ-સાંસદ સામે ગંભીર આક્ષેપો કર્યા