સુરત : અલથાણના વિવેકાનંદ ગાર્ડન નજીક ડ્રાયફ્રુટ બજાર ( Dry fruit trader in Surat) નામના સ્ટોરમાં વૃધ્ધ અને આધેડ મહિલાએ જલારામ મંડલ વીરપુરના મુખીયા તરીકે ઓળખ આપી ડ્રાયફ્રુટનો રૂપિયા 79 હજારનો માલ ખરીદી પેમેન્ટ આપ્યા વિના રફુચક્કર થઇ જતા ખટોદરા પોલીસમાં ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી. આ ઘટનામાં (Khatodara Police) પોલીસે વૃદ્ધ અને મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ (Arrest of Cheating accused in Surat ) કરી છે.
ચીટરોને પકડવામાં મળી સફળતા આ પણ વાંચોઃ Cheating in Surat : વીરપુરના જલારામમંડળના નામે આધેડે કરી મોટી છેતરપિંડી, સુરતના વેપારીને આ રીતે છેતર્યો
શું બની હતી ઘટના - સીટી લાઈટ વિસ્તારમાં રહેતા હિતેશ બાબુલાલ સંકલેચા ( Dry fruit trader in Surat) વિવેકાનંદ ગાર્ડન નજીક ડ્રાયફ્રુટ બજાર નામની દુકાન ધરાવે છે ગત 30 મેના રોજ તેઓની દુકાને 70 વર્ષીય વૃદ્ધ અને પચાસેક વર્ષની મહિલા આવી હતી. તેઓએ પોતાની ઓળખ જલારામ મંડળ વીરપુરના મુખીયા તરીકેની આપી હતી અને બાદમાં દુકાનમાંથી 79 હજાર રૂપિયાના ડ્રાયફ્રુટ ખરીદી કરી હતી અને તે સામાન કારમાં મુકાવ્યો હતો. બાદમાં ગાડીમાંથી પૈસા લાવી પેમેન્ટ કરું છું તેમ જણાવી પેમેન્ટ કર્યા વગર ફરાર થઇ ગયા હતાં.
આ પણ વાંચોઃ Cheater Gang Arrested in Surat : કાપડ માર્કેટમાં 9 છેતરપિંડી કેસના આરોપી ઝડપાયાં, જાણો કેટલો કર્યો ફ્રોડ
મહારાષ્ટ્રના થાણે ખાતેથી વૃદ્ધની ધરપકડ -આ બનાવ બાદ દુકાન માલિક હિતેશભાઈએ ( Dry fruit trader in Surat) ખટોદરા પોલીસ (Khatodara Police)મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. આ ઘટનામાં ખટોદરા પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્રના થાણે ખાતેથી વૃદ્ધ ગોકળદાસ કૃષ્ણદાસ અઢીઆ, સિધ્ધીકા દીપક રાઉત અને ટેક્સી ડ્રાઇવર વિકાસ ઉર્ફે પપીયા વિલાસ કદમની (Arrest of Cheating accused in Surat ) ધરપકડ કરી છે. વધુમાં વૃદ્ધ સી.એ.ની નોકરી કર્યા બાદ નિવૃત થયા હોવાનું જાણવા મળ્યું હતું.