ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા ટીમ મેરેથોન દ્વારા SSG હોસ્પિટલને એમ્બ્યુલન્સ ડોનેટ કરવામાં આવી - એમ્બ્યુલન્સ ડોનેટ

વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન દર વખતે જ્યારે સમાજને જરૂર હોય ત્યારે હંમેશા આગળ આવીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા આવ્યું છે. હાલ કોરોના મહામારી વચ્ચે લોકોને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે હેતુથી બે વેન્ટિલેટર મશીન દાન કરાયા બાદ હવે વડોદરા મેરેથોન દ્વારા સયાજી હોસ્પિટલમાં 24 મેના રોજ એક એમ્બ્યુલન્સ દાન કરવામાં આવી હતી.

2 વેન્ટિલેટર અને એક એમ્બ્યુલન્સ દાન કરવામાં આવી
2 વેન્ટિલેટર અને એક એમ્બ્યુલન્સ દાન કરવામાં આવી

By

Published : May 24, 2021, 12:31 PM IST

  • વડોદરા મેરેથોન દ્વારા સયાજી હોસ્પિટલમાં કોરોના દર્દી માટે કરવામાં આવી પહેલ
  • 2 વેન્ટિલેટર અને એક એમ્બ્યુલન્સ દાન કરવામાં આવી
  • મેયર કેયુર રોકડીયા અને મ્યુનિસિપલ કમિશ્નર ઉપસ્થિત રહ્યા

વડોદરા:જિલ્લાના ઇન્ટરનેશનલ મેરેથોન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મેયર કેયુર રોકડીયા, મ્યુનિસિપલ કમિશ્નર પી.સ્વરૂપ, સયાજી હોસ્પિટલના અધિકારી સહિત વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન કો-ચેરપર્સન સમીર ખેરા, ડાયરેક્ટર નિલેશ શુકલા, મીનેશ પટેલ સહિત વડોદરા મેરેથોનની ટીમના સભ્યોની ઉપસ્થિત રહ્યા હતા. મેયર અને મ્યુનિસિપલ કમિશ્નરને સયાજી હોસ્પિટલ માટે આ સેવારૂપી એમ્બ્યુલન્સ સુપ્રત કરી હતી. મેયર કેયુર રોકડીયા અને મ્યુનિસિપલ કમિશ્નર પી.સ્વરૂપ દ્વારા પણ વડોદરા મેરેથોનની આ પહેલને આવકારી મેરેથોન ટીમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

વડોદરા મેરેથોન દ્વારા સયાજી હોસ્પિટલમાં કોરોના દર્દી માટે કરવામાં આવી પહેલ

આ પણ વાંચો:કોરોના અંગે મોડાસામાં સરકરી અને સામાજીક સંસ્થાઓએ જાગૃતિ ફેલાવી

ભવિષ્યમાં પણ નાગરિકો માટે હંમેશા સમાજલક્ષી કાર્યો કરશે

વડોદરા મેરેથોને તાજેતરમાં સયાજી હોસ્પિટલ ખાતે કોવિડ દર્દીઓની સારવારમાં મદદ કરવા માટે 2 વેન્ટિલેટર દાન કર્યાં હતા. વડોદરા મેરેથોન દ્વારા કોરોના મહામારી દરમિયાન દર્દીઓને લાવવા અને લઇ જવા માટે પડતી મુશ્કેલીઓને પગલે શહેરની સયાજી હોસ્પિટલ ખાતે એક એમ્બ્યુલન્દાન કરી સમગ્ર વડોદરા મેરેથોનની ટીમ ખુશીની લાગણી અનુભવે છે અને ભવિષ્યમાં પણ વડોદરા મેરેથોન વડોદરા, તેના નાગરિકો માટે હંમેશા સમાજલક્ષી કાર્યો કરતો રહેશે.

આ પણ વાંચો:વેરાવળ રોટરી ક્લબને સામાજીક કાર્યો બદલ આંતરરાષ્ટ્રીય સ્‍તરના ત્રણ એવોર્ડ મળ્યા

અનાજ કીટનું થયું વિતરણ

કોરોના મહામારીના સમયગાળા દરમિયાન વડોદરા મેરેથોન દ્વારા બનતી તમામ સહાય કરી વહીવટી તંત્રને સાથ સહકાર આપવમાં આવ્યો છે. વડોદરા મેરેથોન દ્વારા મહામારી દરમિયાન કામ કરતા સફાઈ સેવકો માટે ચોક્કસ સમય સુધી બન્ને ટાઈમ જમવાની વ્યવસ્થા કરી હજારો ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ગરીબ અને જરૂરીયાતમંદો માટે મોટી સંખ્યામાં અનાજ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details