વડોદરા : સયાજીગંજ સ્ટેશન વિસ્તારમાં મધરાત્રે દારૂના નશામાં કાર લઇને નીકળેલા નબીરાએ (Alcohol case in Vadodara) સયાજીગંજ પોલીસ મથકની બહાર ઊભેલી શી ટીમની PCR વાનમાં સાથે અકસ્માત સર્જ્યો હતો. PCR વાનની આગળના ભાગે પાર્ક થયેલી પોલીસ વાન અને પોલીસ જવાનોની ત્રણ જેટલી મોટર સાઇકલને ભટકાઇ હતી. દારૂના નશામાં કાર ચલાવીને પાંચ વાહનોને ભારે નુકશાન પહોંચાડનાર (Crime case in Vadodara) કાર ચાલકની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
દારૂના નશામાં અકસ્માત સર્જાયો -સયાજીગંજ પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI જયંતીભાઈએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે મોડી રાત્રે 2.45 કલાકે દિવાળીપુરા વિસ્તારમાં રહેતો બ્રિજેશ જયંતિ પરમાર ટોયોટા ઇટીઓસ કાર લઈને સયાજીગંજ પોલીસ તરફના રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો. બેફામ કાર ચલાવીને નીકળેલા નબીરાએ પોલીસ સ્ટેશન પાસે ઉભેલી શી ટીમની જીપ તેમજ એક પોલીસ મીની બસને અડફેટે લઈને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત પોલીસ વાનની આગળ ઉભેલી ત્રણ જેટલી મોટર સાઇકલોને પણ નુકસાન પહોંચ્યું હતું. તપાસ કરતા જાણવા મળ્યું કે, ટોયોટા કારનો ચાલક બ્રિજેશ પરમાર ચિક્કાર દારુના નશાની હાલતમાં ધુત થઈને કાર ચલાવતો હતો. પોલીસે નશામાં ધૂત નબીરા બ્રિજેશની ધરપકડ કરી કાર મોબાઈલ ફોન મળીને 3.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો :અરે ગાંવ વાલો... યુવકે કરી શોલે વાળી, ટલ્લી થઇને પાણીની ટાંકી પર ચઢી ગયો, જાણો પછી થયું શું?