- ગુજરાતની ખાલી પડેલી ૮ બેઠકો પર 10 નવેમ્બરે મતગણતરી યોજાઇ
- કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરનાર ભાજપનામાં આવનાર અક્ષય પટેલનો વિજય
- કરજણ બેઠક પર ભાજપની જીત
- અક્ષય પટેલનો 16,209 મતથી વિજય
વડોદરા: ગુજરાતની ખાલી પડેલી ૮ બેઠકો પર 10 નવેમ્બરે મતગણતરી યોજાઇ હતી. વડોદરા જિલ્લાની કરજણ બેઠક પર સોના પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી યોજવામાં આવી હતી. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરનાર ભાજપનામાં આવનાર અક્ષય પટેલનો વિજય થયો હતો.
કરજણ પર ભાજપનો ભગવો લહેરાયો
વડોદરા જિલ્લાની વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી શહેરના પોલિટેકનિક કોલેજ ખાતે યોજવામાં આવી હતી. સવારના 8:00 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જિલ્લાની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપાના અક્ષર પટેલનો સોળ હજાર કરતાં વધુ મતથી વિજય થયો છે. અક્ષર પટેલે શરૂઆતના પ્રથમ દાવની સરસાઈ મેળવી હતી. જે છેલ્લા રાઉન્ડ સુધી ચાલી રહી હતી. જેમાં કોંગ્રેસના કિરીટ સિંહ જાડેજા બીજા ક્રમે અને નોટા 2,283 મત સાથે ત્રીજા ક્રમે રહી હતી. જ્યારે બાકીના સાત ઉમેદવારોનો નોટાના કુલ મતો પણ મેળવી શક્યા ન હતા. મતગણતરીના ડાઉનના અંતે ભાજપના અક્ષય પટેલને 76,831 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના કિરીટસિંહને 60,422 મળ્યા હતા. ભાજપના અક્ષય પટેલનો 16,209 મતથી વિજય થયો હતો. કોંગ્રેસના કેસી વિજય પ્રજાનો નહીં પણ તંત્ર દ્વારા કરવામાં આવેલી સત્તાનો દુરુપયોગને કામગીરીના પગલે ભાજપનો વિજય થયો હોવાનું જણાવ્યું હતું. જો કે તેઓ પ્રજાના કામો કરવાનું ચાલુ રાખશે અને પ્રજાના હિતમાં કામ કરશે અને આગામી 2022ની ચૂંટણી માટે તૈયારીઓ કરશે. અક્ષય પટેલના ટેકેદારોએ અક્ષય પટેલનું વિજય સરઘસ કાઢ્યું હતું. જ્યારે જંગી મતોથી વિજય થયેલા ભાજપના અક્ષય પટેલે વિજયને પ્રજાનો વિજય ગણાવ્યો હતો અને પ્રજાના બાકી રહેલા કામોને પૂર્ણ કરવાની વાત કરી હતી.