વડોદરા : રાજ્યમાં લઠ્ઠાકાંડમાં 50થી વધુ લોકોએ પોતાનો (Chemicals Latthakand in Gujarat) જીવ ગુમાવ્યો છે. જેની શાહી હજી સુકાઈ નથી, પરિવારજનોના આંસુ થંભ્યા નથી. ત્યારે પોલીસ અને સરકાર લઠ્ઠાકાંડ બાદ વધુ સક્રિય બની છે. રાજ્યમાં દેશીદારૂના વિવિધ અડ્ડાઑ પર રેડ પાડી રહી છે. રાજ્યમાં થયેલા લઠ્ઠાકાંડ (Chemicals industry in Gujarat) બાદ સમગ્ર મામલામાં કેમિકલનો ઉપયોગ થયા હોવાનું સામે આવતા પોલીસ પણ શહેરની (Police Action in Vadodara) આસપાસના કેમિકલ એકમો ઉપર નજર રાખતી જોવા મળી છે.
વડોદરામાં મોટી માત્રમાં કેમિકલના ઝડપ્યા પીપડા આ પણ વાંચો :શું સરકાર હવે કેમિકલ કાંડના દર્દીઓને જ બનાવશે કેસને ઉકેલવાની કડી!
કેમિકલનો જથ્થો ઝડપી પડ્યો -વડોદરા નજીક રણોલી હાઈવે પાસેથી ગોડાઉનમાંથી સંગ્રહ (Chemicals Quantity in Gujarat) કરાયેલો શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપાયો છે. આ સમગ્ર મામલે GPCB તપાસ કરશે. રાજ્યમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ કેમિકલનો ઉપયોગ કરતા એકમો પર વડોદરા પોલીસ બાજ નગર રાખી રહી છે. વડોદરા LCBની ટીમે બાતમીના આધારે ગોડાઉનમાંથી કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં 35 જેટલા કેમિકલ (chemicals company in Vadodara) ભરેલા પીપડા મળી આવ્યા હતા.
આ પણ વાંચો :લઠ્ઠાકાંડમાં ભાગદોડ વધી : હોસ્પિટલમાંથી ભાગી ગયેલા દર્દીને પકડવા પોલીસને મળી સફળતા
35 જેટલા કેમિકલના પીપડા - વડોદરા LCB બાતમી મળી હતી કે, શહેર નજીક રડોલી પાસે આ જ પ્રકારના કેમિકલના જથ્થાનો સંગ્રહ કરવામાં આવે છે, જે કારણોસર હાઇવે નજીક આવેલા આ ગોડાઉન પર દરોડા કરવામાં આવ્યા હતા, ત્યારે અહીંયા સંગ્રહ કરેલા 35 જેટલા કેમિકલના (Barrels Chemicals in Vadodara) પીપડા મળ્યા હતા. સાથે પોલીસની પ્રાથમિક તપાસમાં અહીંયા કેમિકલ પીપડાની સફાઈ (Police Action in Vadodara)કરવાની કામગીરી થતી હોવાનું સામે આવ્યું છે.