- વડોદરા શહેરમાં રસ્તા પરના ખાડા દૂર કરવા નવી પદ્ધતિ લાવવા જઈ રહ્યુ છે
- ખાડા પૂરવા માટે કોર્પોરેશને પેચિંગ મશીન મૂકવાનું આયોજન હાથ ધર્યું
- શહેરના ચારેય ઝોનમાં આગામી દસ દિવસમાં જેટ પેચર્સ મશીન કાર્યરત થશે
વડોદરા: શહેરમાં રસ્તા પરના ખાડા દૂર કરવા નવી પદ્ધતિ લાવવામાં આવી રહી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આધુનિક પદ્ધતિ અપનાવી જેટ પેચર્સ મશીન વડે પેચ વર્ક કરવાની કામગીરી શરૂ કરવાની તૈયારીઓ હાથ ધરી છે. જેમાં જેટ પેચર્સ મશીનથી પેચવર્ક કરવાના કામનું ડેમોસ્ટ્રેશન મેયર અને સ્થાઈ સમિતિ ચેરમેનની ઉપસ્થિતિમાં રેસકોર્સ નટુભાઈ સર્કલ ખાતે રાખવામાં આવ્યું હતું.
જેટ પેચર્સ મશીન વડે પેચ વર્ક કરવાની તૈયારીઓ શરૂ રસ્તાઓના સમારકામ માટે વડોદરા મહાનગર સેવાસદને કવાયત હાથ ધરી
વરસાદ દરમિયાન શહેરના ધોવાઈ ગયેલા રસ્તાઓના સમારકામ માટે વડોદરા મહાનગર સેવાસદને કવાયત હાથ ધરી છે. શહેરમાં ખાડા પૂરવા માટે કોર્પોરેશને પેચિંગ મશીન મૂકવાનું આયોજન હાથ ધર્યું છે. વડોદરાના ચારેય ઝોનમાં આગામી દસ દિવસમાં જેટ પેચર્સ મશીન કાર્યરત થશે. વડોદરા મનપાના જણાવ્યા મુજબ દર વર્ષે ગેસ એજન્સી, પાવર એજન્સી, કેબલ નેટવર્ક દ્વારા નવા નેટવર્ક નાખવામાં આવે છે.
કોર્પોરેશને ખાડાને પૂરવાની કામગીરી શરૂ કરી છે
કોર્પોરેશન દ્વારા સ્ટ્રોમ વોટર લાઇન, પાણી અને ગટર લાઇન નાખવામાં અને અપગ્રેડ કરવામાં આવતા હોવાથી રોડને તોડવામાં આવે છે. પરિણામે ભારે અને સતત વરસાદના કારણે રસ્તાઓને નુકસાન થાય છે. કોર્પોરેશને આવા ખાડાને પૂરવાની કામગીરી શરૂ કરી છે. ડેમોસ્ટ્રેશન બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી નિર્ણય લેવાશે. તો બીજી તરફ પાલિકાના કોંગ્રેસી કોર્પોરેટર બાલુ સુર્વેએ જણાવ્યું હતું કે, અગાઉ ખરીદવામાં આવેલી મશીનરી ધૂળ ખાય છે, ત્યારે હવે ફરી એક વખત પાલિકા કરોડો રૂપિયાનું એંધાણ કરશે.