ગુજરાત

gujarat

ETV Bharat / city

અકોટા દાંડિયા બ્રિજ નજીક સોલાર બ્રિજ નિચે PCR વાને સર્જ્યો અકસ્માત - Gujarat news

અકોટા દાંડિયાબજાર બ્રિજના સોલર પેનલ નીચે ટેમ્પોમાં પાછળના ભાગે પોલીસ PCR વેન ભટકાતા અકસ્માત સર્જાયો હતો. સમગ્ર બનાવમાં કોઈ વ્યક્તિને જાનહાની થઈ નથી.

Vadodara
Vadodara

By

Published : Jan 19, 2021, 4:20 PM IST

  • અકોટા દાંડિયા બ્રિજ નજીક સોલાર બ્રિજ નિચે PCR વાને સર્જ્યો અકસ્માત
  • પૂર ઝડપે જઈ રહેલ PCR વાને બંધ પડેલ ગુડ્ઝ ટેમ્પોને અડફેટે લીધો
  • PCRની ઓવર સ્પીડને કારણે સર્જાયો અકસ્માત
  • PCR વેનને પણ થયું નુકસાન
    અકોટા

વડોદરા:અકોટા દાંડિયાબજાર બ્રિજના સોલર પેનલ નીચે ટેમ્પોમાં પાછળના ભાગે પોલીસ PCR વેન ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આબનાવની વિગત અનુસાર ટેમ્પોચાલક હાથીખાનાથી અનાજ કરીયાણાનો સામાન ભરી અકોટા દાંડિયાબજાર બ્રિજની સોલાર પેનલ નીચેથી પસાર થઈ અટલાદર જઈ રહ્યો હતો. તે દરમિયાન ટેમ્પોએ હિટ પકડતા ટેમ્પો બંધ થઈ ગયો હતો. તેથી ટેમ્પો ચાલકે સાઈડ લાઈટ ચાલુ કરી ટેમ્પો ઉભો રાખ્યો હતો. તે દરમિયાન વડોદરા શહેર પોલીસના રાવપુરા પોલીસ સ્ટેશનની PCR પાછળથી આવીને ધડાકાભેર ટેમ્પોમાં અથડાઈ હતી જેને લઈ ટેમ્પોમાં મુકવામાં આવેલું અનાજ-કરિયાણું નીચે પડી ગયું હતું સાથે ટેમ્પો અને PCR વાનને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. સમગ્ર બનાવમાં કોઈ વ્યક્તિને જાનહાની થઈ નથી. રાવપુરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અકોટા

ઓવર હીટના કારણે અકોટા બ્રિજ સોલાર પેનલ નીચે ગાડી પાર્ક કરી હતી

છોટા હાથી ચાલક અશોક પાટણી કહેવું છે કે, ઓવર હીટના કારણે અકોટા બ્રિજ સોલાર પેનલ નીચે ગાડી પાર્ક કરી હતી, ત્યારે પાછળથી એકાએક રાવપુરાની ગાડી પૂરે ઝડપથી છોટા હાથીના પાછળના ભાગને ટક્કર મારી ગાડીને નુકસાન પહોંચાડ્યું હતુ. ગાડીમાં ઘઉં ચોખા તથા અન્ય ખાવાની વસ્તુઓ રસ્તા વચ્ચે વિખરાઈ પડી હતી. વૃદ્ધ ચાલક અશોક પાટણીએ આ અંગેની માહિતી પોલીસ અધિકારીઓને કહેતા પોલીસે ખાખીનો રોફ બતાવી દોષનો ટોપલો વૃદ્ધ ચાલક પર જ ઢોળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details