- હોમીઓપેથી કૉલેજોમાં વિદ્યાર્થીઓના સ્ટાઈપેન્ડ મામલે ABVPએ વિરોધ નોંધાવ્યો
- સાવલીની હોમીઓપેથી કૉલેજમાં સ્ટાઈપેન્ડ મુદ્દે ABVPએ આચાર્યને આવેદનપત્ર આપ્યું
- સરકારના સ્ટાઈપેન્ડ વધારાના પરિપત્ર મુજબ સ્ટાઈપન્ડ વહેલું અને સમયસર ચૂકવવા માગ કરી
- સાવલી, આણંદ, મહેસાણા સહિત 4 હોમીઓપેથી કૉલેજોમાં ABVPની સ્ટાઈપેન્ડ પ્રશ્ને રજૂઆત
હોમિયોપેથી કૉલેજોમાં વિદ્યાર્થીઓના સ્ટાઈપેન્ડ મામલે ABVPએ નોંધાવ્યો વિરોધ
વડોદરા: જિલ્લાના સાવલી તાલુકામાં ગુજરાત હોમીઓપેથી મેડિકલ કૉલેજ આવેલી છે. જ્યાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતા સિદ્ધાર્થ પટેલની આગેવાનીમાં કૉલેજના પ્રિન્સીપાલને આવેદનપત્ર પાઠવી સ્ટાઈપેન્ડ મુદ્દે રજુઆત કરવામાં આવી હતી.
માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ પ્રમાણે મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, હોમિઓપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના રેસિડેન્ટના સ્ટાઈપેન્ડના દરોમાં વધારો કરાયો છે. આ મુજબ સુધારાનો અમલ કરી સ્ટાઈપેન્ડ વહેલી તકે અને નિયમીત રીતે ચૂકવાય તેવી રજુઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું. શનિવારે ગુજરાત રાજ્યની સાવલી સહિત આણંદમાં 2 અને મહેસાણામાં 1 એમ 4 હોમીઓપેથી કૉલેજમાં ABVPએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને સરકાર જો માગ નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલનની ચીમકી ABVPના નેતા સિદ્ધાર્થ પટેલે ઉચ્ચારી હતી.