MSUમાં વર્ષ 2019માં વેરીફિકેશન માટે આવેલી 20 જેટલી ડીગ્રી બોગસ હોવાનું સામે આવતા ખળભળાટ મચ્યો હતો. જો કે, આ ઘટના બાદ એબીવીપી દ્વારા હેડ ઓફીસ ખાતે સુત્રોચ્ચાર કરી આ મામલે દોષીતો સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી હતી. આ સાથે જ યુનિવર્સિટી હેડ ઓફીસ ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો.
વડોદરાની MSUમાં બોગસ માર્કશીટ મામલે એબીવીપી દ્વારા વિરોધ - વડોદરા ન્યૂઝ
વડોદરાઃ MSU ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે. વર્ષ 2019માં યુનિવર્સિટીમાં વેરીફિકેશન માટે આવેલી 20 જેટલી ડીગ્રી બોગસ હોવાનું સામે આવતા એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
વડોદરા વિશ્વ વિખ્યાત MSUમાં બોગસ ડીગ્રી કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. યુનિવર્સિટી સંચાલકો સામે અને યુનિવર્સિટીમાં થઇ રહેલા વહીવટ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે યુનિવર્સિટી હેડ ઓફીસ ખાતે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
આ મામલે દોષીતોને સજા થાય તેવી માંગ કરી હતી. જો કે, આ મામલે રજીસ્ટરે જણાવ્યું હતું કે, આ મામલે સયાજીગંજ પોલીસને જાણ કરવામાં આવી છે. તેમજ જે એજન્સીમાંથી બોગસ માર્કશીટ આવી હતી એ એજન્સીને પણ જાણ કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે કાર્યવાહી ચાલી રહી છે.