- શિનોરમાં CCI કેન્દ્ર શરૂ કરવા માગ ઉઠી
- આમ આદમી પાર્ટીએ મામલતદારને આપ્યું આવેદનપત્ર
- વહેલી તકે ખેડૂતલક્ષી પ્રશ્નોનું નિરાકરણ કરવા રજૂઆત
વડોદરા: ખેતીપાક માટે સિંચાઈનું પાણી મહત્વનું પરિબળ માનવામાં આવે છે. પરંતુ શિનોર તાલુકાના કેટલાક વિસ્તારોમાં આજે પણ નર્મદા કેનાલનું પાણી ખેડૂતોને મળતું નથી. વીજળી રાત્રિના સમયે અપાતી હોવાથી ઝેરી જાનવરો અને હિંસક પશુઓના ભય વચ્ચે જીવના જોખમે ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
વડોદરા: શિનોર પંથકમાં CCI શરૂ કરવા માગ, આમ આદમી પાર્ટીએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
ખેડૂતોને વીજળી, સિંચાઈનું પાણી અને કપાસ ખરીદી માટે CCI કેન્દ્ર શરૂ કરવાની માગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા સેવાસદન શિનોર ખાતે મામલતદારને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
શિનોર તાલુકાના કેટલાક વિસ્તારોના ખેડૂતો આજે પણ નર્મદા કેનાલના પાણીથી વંચિત
આ ઉપરાંત તાલુકામાં કપાસ ખરીદી માટે CCI કેન્દ્રની સુવિધા ના હોવાથી ખેડૂતોને તાલુકો છોડી ડભોઇ અથવા કરજણ સુધી જવું પડે છે.આવા મુદ્દાઓને લઈ આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ નીતિનભાઈ જોશી ,યુવા પ્રમુખ નિલેશભાઈ વસાવા ,મહામંત્રી અશ્વિનભાઈ પંચાલ સહિત નાઓએ તાલુકા સેવાસદન શિનોર ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જોકે શિનોર મામલતદાર તથા નાયબ મામલતદાર હાજર ન હોવાથી સર્કલ ઓફિસરને આવેદનપત્ર આપવાની ફરજ પડી હતી.