વડોદરાઃ વડોદરા શહેરમાં ચાર યુવાઓની ટીમે પર્યાવરણ બચાવવા માટેની અનોખી પહેલ કરી છે. જેને સંસ્કારી નગરીના નગરજનો (Food Addicted) અવકારી રહ્યા છે. જેમણું બાળપણ અનાથલયમાં પસાર થયું છે. તેવા ચાર યુવાઓ લવકુશ, વિકાસ, શંકર અને સૂરજે નિઝામપુરા વિસ્તારમાં ચાની કીટલી (Foods in Gujarat) શરૂ કરી છે. જેને Clan (કેર લીવર એસોસિએશન નેટવર્ક) નામ આપવામાં આવ્યું છે. જેમાં ચા પીવા આવતા લોકોને ચા પીવાની સાથે તેના કપ ખાવા (Single used Plastic Ban) માટે આપવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે ચાના કપ ચા પીને ફેંકી દેવાય છે.
આ પણ વાંચોઃ આણંદમાં વરસાદના કારણે સરકારી ચોપડે 200થી વધુ મકાનોને નુકસાન
કપ ખાઈ જાવઃચા પીવા આવનાર લોકો ચા ના કપને ચા પીધા પછી ફેંકવાને બદલે ખાઈ જવા માટે આપવામાં આવે છે. અહીં આવતા લોકો ચા નો સ્વાદ માણ્યા પછી કપને ખાઈ રહ્યા છે. સરકારના પર્યાવરણ બાચવવાને ઉદ્દેશને સાર્થક કરી રહેલા આ યુવાનોની પહેલ ધીમે ધીમે રંગ લાવી રહી છે. વળી ચા પીવાની સાથે કપ ખાવાનો અને તે પણ કેડબરી ફ્લેવર અને ગુલાબની ખુશ્બૂ સાથે. જેની કિંમત પણ દરેકના ખિસ્સાને પોસાય એવી જ છે. લવકુશ જ્યારે નાનો હતો ત્યારે લોકો વચ્ચેની પર્યાવરણ બચાવવા અંગેની વાતો તેને મોટેરાઓના મોઢેથી સાંભળી હતી. જેમાં લોકો કહેતા હતા કે, પર્યાવરણ નહીં બચાવીએ તો આવનાર સમયમાં જીવન મુશ્કેલ બની જશે.