ગુજરાત

gujarat

ETV Bharat / city

જમીનની તકરારમાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, 6 શખ્સોએ ભેગા થઈને પાડોશીની હત્યાનો પ્રયાસ કરાયો - vadodara district news

પાદરાના રણું ગામના કસ્બા વિસ્તારમાં જમીન બાબતના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા 6 શખ્સોએ ભેગા થઈને પાડોશીને કેરોસીન જેવુ જલદ પ્રવાહી છાંટીને દીવાસળી ચાંપીને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ મામલે પોલીસને ફરિયાદ કરવામાં આવતા તમામ 6 વ્યક્તિઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

જમીન બાબતના ઝઘડામાં પાડોશીને દીવાસળી ચાંપીને સળગાવવાનો પ્રયત્ન
જમીન બાબતના ઝઘડામાં પાડોશીને દીવાસળી ચાંપીને સળગાવવાનો પ્રયત્ન

By

Published : May 12, 2020, 4:03 PM IST

વડોદરા: પાદરાના રણું ગામના કસ્બા વિસ્તારમાં જમીન બાબતના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા 6 શખ્સોએ ભેગા થઈને પાડોશીને કેરોસીન જેવું જલદ પ્રવાહી છાંટીને દીવાસળી ચાંપીને સળગાવવાની કોશિશ કરી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્તને પાદરા સરકારી દવાખાને સારવાર આપીને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો હતો.

જમીન બાબતના ઝઘડામાં પાડોશીને દીવાસળી ચાંપીને સળગાવવાનો પ્રયત્ન
આ કસ્બામાં રહેતા બે પાડોશીઓ હુસેન ચૌહાણ અને મુબારકશા દિવના વચ્ચે જમીન બાબતે તકરાર ઉભી થઇ હતી. સામાન્ય બાબતે ઉભી થયેલી તકરાર ઝઘડાના સ્વરૂપમાં પરિણમતા હુસેન ચૌહાણના કુટુંબીજનો દોડી આવ્યા હતા અને મુબારકશા દીવાનને માર મારીને કેરોસીન જેવું પ્રવાહી તેના પર ઢોળી દીવાસળી ચાંપીને સળગાવી દેવાની કોશિશ કરી હતી.

જેથી બુમરાણ થતા તેની પત્ની અને આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને પાણી નાખી આગ બુઝાવી દીધી હતી. ત્યારબાદ તેને સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો હતો. પાદરા પોલીસે ફરિયાદના આધારે હુસેન ચૌહાણ સહિત 6 સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details