- સરકાર અને તબીબોના પ્રયાસોથી હાલ ગુજરાત રાજ્ય કોરોનામાંથી બહાર આવી રહ્યું છે
- ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે
- ઇટોલા પાસે છેલ્લા એક વર્ષથી ડિગ્રી વગર ડોક્ટર બની બેઠેલો ઠગ ઝડપાયો
વડોદરાઃ કોરોના કાળમાં સરકાર અને તબીબો દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. સરકાર અને તબિબોના પ્રયાસોથી હાલ ગુજરાત રાજ્ય કોરોનામાંથી બહાર આવી રહ્યું છે.
ઇટોલા રેલવે ફાટક પાસે પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરની ધરપકડ
છેલ્લા કેટલાય દિવસોથી જિલ્લાના અનેક વિસ્તારોમાં પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરોને પકડી પાડવાનો સિલસિલો આજે પણ ચાલુ રહ્યો હતો. સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપની ટીમે ઇટોલા રેલવે ફાટક પાસે પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃવાંકાનેરના માટેલ રોડ પરથી બોગસ ડોક્ટર ઝડપાયો
હરિરામસિંહ રામનાથસિંહ કુશ્વાહા તબીબ તરીકે પ્રેક્ટીસ કરતો હતો
આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વરણામાં પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા ઇટોલા રેલવે ફાટક નજીક કાચની કેબીનમાં મૂળ બિહારના હરિરામસિંહ રામનાથસિંહ કુશ્વાહા તબીબ તરીકે પ્રેક્ટીસ કરતો હતો. પોલીસે સ્થળે દરોડો પાડ્યો ત્યારે બોગસ ડોક્ટર હરિરામ સ્ટેથોસ્કોપ લગાવીને દર્દીનો સારવાર આપી રહ્યો હતો.