વડોદરાઃ શહેરના બાવામાનપુરા વિસ્તારમાં મોડી રાત્રે નિર્માણાધીન ઇમારત ધરાશાયી હતી. જેમાં 6 મજુરો દટાયાની આશંકા છે. જેને લઈને ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે. હાલ ફાયરબ્રિગેડ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન ઇમારત ધરાશાયી, 3 મજુરોના મોત - Fire brigade team
વડોદરાના બાવામાનપુરા વિસ્તારમાં મોડી રાત્રે નિર્માણાધીન ઇમારત ધરાશાયી હતી. જેમાં 6 મજુરો દટાયાની આશંકા છે. જેને લઈને ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે. હાલ ફાયરબ્રિગેડ દ્વારા જેસીબીથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ફાયરની ટીમ દ્વારા હાલ 3 લોકોનું રેસ્ક્યું કરાયું છે. જોકે આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે.
વડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન ઇમારત ધરાશાયી
ફાયરની ટીમ દ્વારા હાલ 3 લોકોનું રેસ્ક્યું કરાયું છે. ઈજાગ્રસ્તોને એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બિલ્ડીંગ પડતાં અનેક વાહનોનો ખુરદો વળી ગયો હતો. ફાયરવિભાગના 30 જવાનો હાલ રેસ્ક્યુંની કામગીરીમાં લાગ્યા છે.
મળતી માહીતી મુજબ ઇમારત નમી પડી હોવાં છતાં તેને નજરઅંદાજ કરાઇ હતી.
Last Updated : Sep 29, 2020, 5:20 AM IST