ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની રસી માટે 1310 ટીમે ત્રણ દિવસ સરવે કર્યો - વડોદરા ગ્રામીણ વિસ્તારો

તમામ લોકો સુધી કોરોનાની રસી પહોંચાડવા માટે વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં સરવે કામગીરી કરવામાં આવી હતી. ત્રણ દિવસ થયેલા આ સરવેમાં જિલ્લામાં 2.08 લાખથી વધુ વ્યક્તિની નોંધણી કરવામાં આવી છે. આ સમગ્ર સરવેની કામગીરીમાં 1310 ટીમ જોડાઈ હતી.

વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની રસી માટે 1310 ટીમે ત્રણ દિવસ સરવે કર્યો
વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની રસી માટે 1310 ટીમે ત્રણ દિવસ સરવે કર્યો

By

Published : Dec 14, 2020, 11:56 AM IST

  • કોવિડ રસીકરણ સરવે: ગ્રામ્ય વિસ્તારોમાં 3 દિવસની કામગીરી પૂર્ણ
  • વડોદરા જિલ્લામાં 2.08 લાખથી વધુ વ્યક્તિની નોંધણી કરવામાં આવી
  • 1310 ટીમ દ્વારા 10મી ડિસેમ્બરથી સરવે શરૂ કરવામાં આવ્યો હતો

વડોદરાઃ જિલ્લામાં ચાલી રહેલા કોરોના રસીકરણ અંગેના સરવેમાં ત્રણ દિસનો સરવે પૂર્ણ થઈ ગયો છે, જે બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસમાં 50 વર્ષથી વધુમાં કુલ 2,05,619 વ્યક્તિ મળ્યા છે. જ્યારે ક્રોનિકલ બિમારીને ધરાવતા 50 વર્ષથી ઓછી વયના 2829 દર્દી મળ્યા છે, જેમની યાદી તૈયાર થઈ રહી છે.

વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની રસી માટે 1310 ટીમે ત્રણ દિવસ સરવે કર્યો
ક્રોનિકલ બિમારીને ધરાવતા 50 વર્ષથી ઓછી વયના 2829 દર્દી મળ્યાડો. ઉદય ટિલાવતે જણાવ્યું કે 10 ડિસેમ્બરથી આ સરવે શરૂ કરાયો હતો. 12 ડિસેમ્બર સુધીમાં સરવે ટીમો દ્વારા 50 વર્ષથી વધુ ઉંમરના કુલ 2,05,619 લોકોની નોંધણી કરવામાં આવી છે જેમાં 98,959 પુરૂષો અને 1,06,660 મહિલાઓનો સમાવેશ થાય છે. તેવી જ રીતે 50 વર્ષથી ઓછી ઉંમર પરંતુ કેન્સર, હૃદયરોગ અને અન્ય ગંભીર બીમારીથી પીડિત 1,558 પુરૂષો અને 1,271 મહિલા મળીને કુલ 2,829 લોકોની નોંધણી કરવામાં આવી છે.
વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની રસી માટે 1310 ટીમે ત્રણ દિવસ સરવે કર્યો

રસીકરણ માટે મેડિકલ ટેક્નિકલ તાલીમ અપાઈ
રાજ્ય કક્ષાની તાલીમ ટીમ દ્વારા આરોગ્ય તંત્રના 30 જેટલા આરોગ્ય કર્મીને બે દિવસ દરમિયાન રસી આપવાની ટેક્નિકલ અને મેડિકલ તાલીમ અપાઈ હતી. આ આરોગ્ય કર્મીઓ માસ્ટર ટ્રેનર તરીકે ફિલ્ડમાં કામ કરશે, જેઓ રસી આપનારા કર્મીઓને રસી કેવી રીતે આપવી, કઈ તકેદારી રાખવી રસીને કેવી રીતે સાચવવી જેવી બાબતોની તાલીમ આપશે. આ બાબતે ડો. ઉદય ટિલાવતે જણાવ્યું હતું કે સ્ટેટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના ઉપક્રમે આ તાલીમ રાજ્યના મુખ્ય રસીકરણ અધિકારી પરિવાર કલ્યાણના અધિક નિયામના નેતૃત્વ હેઠળ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details