ગુજરાત

gujarat

ETV Bharat / city

SSGના 40 આરોગ્ય કર્મી અને 12 ડોકટર્સને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો - કોરોના કેસ

ગુજરાતમાં હાલ કોરોના વાઈરસના કેસોમાં ફરીથી વધારો થઈ રહ્યો છે, જેને અનુસંધાને સરકાર દ્વારા પણ તકેદારી રૂપે પગલાં ભરવામાં આવી રહ્યા છે. વડોદરા શહેરમાં SSG હોસ્પિટલના 40 આરોગ્ય કર્મી, 12 ડોક્ટર્સ અને MGVCLના 40 કર્મચારીઓ કોરોના સંક્રિમત થયા છે.

SSGના 40 આરોગ્ય કર્મી અને 12 ડોકટર્સને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
SSGના 40 આરોગ્ય કર્મી અને 12 ડોકટર્સને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

By

Published : Mar 26, 2021, 4:59 PM IST

Updated : Mar 26, 2021, 6:03 PM IST

  • MGVCLના 40 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા
  • સયાજી હોસ્પિટલના 12 ડોક્ટર્સ અને 40 આરોગ્ય કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા
  • ઈન્કમટેક્સ વિભાગના 25 કર્મચારીઓ પણ કોરોનાગ્રસ્ત થયા હતા

વડોદરાઃ શહેરમાં દિવસેની દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સરકારી કચેરીઓમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. સયાજી હોસ્પિટલના 12 ડોક્ટર્સ અને 40 આરોગ્ય કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા, જ્યારે MGVCLના 40 કર્મચારીઓ સંક્રમિત થયા છે.

સયાજી હોસ્પિટલના 12 ડોક્ટર્સ અને 40 આરોગ્ય કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા

આ પણ વાંચોઃ રાજ્યમાં કોરોના સંક્રણમાં વધારો, છેલ્લા 24 કલાકમાં 1,961 કેસ નોંધાયા

વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાયો

વડોદરા શહેરમાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધારો નાોંધાઈ રહ્યો છે. વડોદરા મનપા દ્વારા બહાર પાડવામાં આવેલી મેડિકલ બુલેટિનમાં 163 જેટલા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. વડોદરા શહેરમાં અત્યાર સુધી 26,604 કોરોના પોઝિટિવ કેસની સંખ્યા અને 246 જેટલા દર્દીના મોત થયા છે. વડોદરા શહેરની સરકારી કચેરીઓમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે, મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ છે તેમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. સયાજી હોસ્પિટલના 12 ડોક્ટર્સ અને 40 નર્સિંગ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે, દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.

વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાયો

આ પણ વાંચોઃ કોરોના વધતા સંક્રમણને લઇને તંત્ર એક્શનમાં

MGVCLની કચેરીમાં 40થી વધુ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા

વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે, જેમાં ઈન્કમટેક્સ વિભાગના 25 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા, MGVCLના 40થી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા છે. તંત્ર દ્વારા ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે, ધન્વન્તરી રથ પણ શરુ કરાવામાં આવ્યા છે અને ડોર ટુ ડોર સર્વે પણ કરવામાં આવી રહ્યો છે.

Last Updated : Mar 26, 2021, 6:03 PM IST

ABOUT THE AUTHOR

...view details