આ ચૂંટણીમાં પ્રણવ અમીનની આગેવાની રિવાઇવલ જૂથ અને મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ-સંજય પટેલની આગેવાનીમાં રોયલ જૂથના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ થશે. 31 પદ માટે 73 ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણી માટે ગુરુવાર સાંજથી જ સંકુલની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ચૂંટણી સંકુલમાં ફક્ત બીસીએના સભ્યોને જ એન્ટ્રી આપવામાં આવશે. બંને જૂથો વચ્ચે ઘર્ષણ થવાનાં એંધાણ હોવાથી પોલીસ દ્વારા વિશેષ તકેદારી રખી રહી છે.
6 વર્ષ બાદ BCAની આજે ચૂંટણી, રોયલ અને રિવાઈવલ ગ્રુપ વચ્ચે સીધો જંગ
ન્યૂઝ ડેસ્ક: બરોડા ક્રિકેટ એસોસિયેશનના વિવિધ હોદ્દા માટે 6 વરસ બાદ આજે શુક્વારે ચૂંટણી યોજાશે. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં રોયલ ગ્રુપ અને રિવાઈવલ ગ્રુપ વચ્ચે જંગ છે. આ ચૂંટણીમાં 2 હજારથી વધુ સભ્યો મતદાન કરશે. આ માટે મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. આ ચૂંટણી બીસીએ પ્રેસિડેન્ટ અને સેક્રેટરી તેમજ અન્ય હોદ્દાઓ માટે યોજાઈ રહી છે.
etv bharat vadodra
બીસીએની ચૂંટણી માટેનું મતદાન સવારે 10 વાગે શરૂ થશે. ચૂંટણીમાં પ્રથમવાર બાયોમેટ્રિક પદ્ધતિ અપનાવાશે. આ ચૂંટણી બીસીએની ચૂંટણી સભ્યો તેમજ હોદ્દેદારો માટે પણ ખૂબ જ મહત્ત્વની છે. હાલ બીસીએનું બેલેન્સ 90 કરોડ હોવાનું મનાય છે. બીસીએમાં પ્રમુખ બનનાર કે બીસીએના પ્રતિનિધિને બીસીસીઆઇ હોદ્દેદારોને ચૂંટણી આપવાનો અધિકાર મળે છે અને બીસીસીઆઇ બેઠકમાં ભાગ લેવાની તક મળે છે. ઓક્ટોબર માસમાં યોજાનાર બીસીસીઆઇની ચૂંટણીમાં બીસીએનો પ્રતિનિધિ ભાગ લઇ શકશે.