ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટના વેજાગામ વાજડી નજીક કૂવામાંથી 3 ભાઈ-બહેનોના મૃતદેહ મળ્યા, ગઈકાલ સાંજથી જ હતા ગુમા - 3 ભાઈ-બહેનોના મૃતદેહ મળ્યા

રાજકોટના વેજાગામ વાજડી પાસેના એક કૂવામાંથી 3 ભાઈ-બહેનના મૃતદેહો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે મૃતકોની ઓળખ કરીને તેમના વાલીવારસોને બોલાવ્યા હતા. જેમાં ત્રણેય બાળકો ગઈકાલે એટલે કે મંગળવારે સાંજથી ગુમ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના વેજાગામ વાજડી નજીક કૂવામાંથી 3 ભાઈ-બહેનોના મૃતદેહ મળ્યા, ગઈકાલ સાંજથી જ હતા ગુમા
રાજકોટના વેજાગામ વાજડી નજીક કૂવામાંથી 3 ભાઈ-બહેનોના મૃતદેહ મળ્યા, ગઈકાલ સાંજથી જ હતા ગુમા

By

Published : Jun 2, 2021, 6:23 PM IST

  • રાજકોટના વેજાગામ વાજડી નજીકનો બનાવ
  • કૂવામાંથી 3 બાળકોના મૃતદેહો મળી આવ્યા
  • ત્રણેય ગઈકાલ સાંજથી ગુમ હોવાનું મળ્યું જાણવા


રાજકોટઃ શહેર નજીક આવેલા વેજાગામ વાજડી પાસે આવેલ એક કૂવામાંથી 3 ભાઈ-બહેનના મૃતદેહો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ત્રણેય મૃતકો પૈકી 2 ભાઈઓ સગીર વયના છે. જ્યારે બહેનની ઉંમર 19 વર્ષની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કૂવામાંથી એક સાથે 3 મૃતદેહો મળી આવવાની ઘટનાને પગલે રાજકોટ યુનિવર્સિટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ખરેખર આ બનાવમાં આત્મહત્યા છે કે હત્યા ? તે દિશામાં તપાસ શરૂ કરી છે.

ત્રણેય મૃતકો પિતરાઈ ભાઈ બહેન હોવાનું આવ્યું સામે

ત્રણેય ભાઈ-બહેનના મૃતદેહો કૂવામાંથી મળતા પોલીસ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં આ ત્રણેય પિતરાઈ ભાઈ બહેન હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં કવા પભાભાઈ બાંભવા (ઉં.વ.17), ડાયા પ્રભાતભાઈ બાંભવા (ઉં.વ.17) અને પમી હેમભાઈ બાંભવા (ઉં.વ.19) હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્રણેય મૃતકોમાં બે લોકો માધાપર ગામ નજીક અને એક રેલનગર ખાતે રહેતા હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

ત્રણેય ભાઈ બહેન ગઈકાલ સાંજથી હતા ગુમ

રાજકોટના વેજાગામ વાજડી નજીક આવેલ કૂવામાંથી 3 બાળકોના મૃતદેહો મળવાની ઘટના સામે આવતા પોલીસ અને ફાયર વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યારે ફાયરવિભાગની ટીમ દ્વારા આ ત્રણેય મૃતકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની ઓળખ થતા પોલીસ દ્વારા મૃતકોના પરિજનોને આ અંગે જાણ કરવામાં આવી હતી. તે દરમિયાન સામે આવ્યું કે, મૃતકો ગઈકાલ સાંજથી જ ગુમ થતા હતા. જ્યારે આજે આ ત્રણેયના મૃતદેહો મળી આવતા પરિવારજનોમાં પણ ઘેરા દુઃખની લાગણી જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details