- ચૂંટણીને લઈને વડોદરામાં છેલ્લા કેયલાક સમયથી ચાલી રહેલા વિવાદનો અંત
- ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારો આજે વિજય મૂહુર્તમાં ફોર્મ ભરશે
- લાગવગ અને ધમપછાડા કરવા છતાં ટિકિટ ન મેળવી શકનારા કાર્યકર્તાઓમાં રોષ
વડોદરા: પાલિકાની તમામ બેઠકો પર જીત મેળવવા માટે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા મિશન 76 જાહેર કરવામાં આવ્યું છે. આ મિશન અંતર્ગત પાલિકાની તમામ બેઠકો જીતવાનો દાવો કરાયો હતો. નિરીક્ષકો દ્વારા સેન્સ લીધા બાદ ઉમેવારોના પત્રકો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરાયા હતા. ત્રણ દિવસ ચાલેલી પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ બાદ ગુરૂવારે સાંજે ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વડોદરામાંથી 12 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા હોવાનું અને કેટલાક નવા ઉમેદવારોને તક આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ભાજપ દ્વારા વડોદરામાંથી રિપીટ કરાયેલા ઉમેદવારો
- વોર્ડ નં.01: સત્યેન્દ્ર ગોવિંદભાઈ પટેલ
- વોર્ડ નં.03: ડૉ.રાજેશ કિરીટભાઈ શાહ
- વોર્ડ નં.04: અજીત ચંપકલાલ દધિચ
- વોર્ડ નં.05: તેજલ બીજલભાઈ વ્યાસ
- વોર્ડ નં.06: જયશ્રી અશ્વિનભાઈ સોલંકી અને હેમિષા જયેશભાઇ ઠક્કર
- વોર્ડ નં.10: નીતિન જયંતિલાલ ડોંગા
- વોર્ડ નં.12: રીટા રવિપ્રકાશ સિંઘ અને મનીષ દિનકરભાઇ પગાર
- વોર્ડ નં.14: જેલમ રાકેશભાઈ ચોકસી
- વોર્ડ નં.15: પુનમબેન ગોપાલભાઈ શાહ
- વોર્ડ નં.17: સંગીતાબેન રજનીકાંત પટેલ અને નિલેશ રણજીતસિંહ રાઠોડ
- વોર્ડ નં.18: કલ્પેશ મનુભાઈ પટેલ