ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં 1000 કરોડનું ટર્નઓવર ધરાવનાર જરી ઉદ્યોગની હાલત કફોડી - surat textile industry news

સુરત: સુરત તેના કાપડ અને હીરા ઉદ્યોગના કારણે વિશ્વમાં પ્રસિદ્ધ છે. ટેકસટાઇલ ઉદ્યોગની સાથે સાથે જરી ઉદ્યોગ માટે પણ ઓળખાય છે. જોકે હાલ વર્ષો જૂનો અને 1000કરોડ જેટલો ટર્નઓવર ધરાવતા આ જરી ઉદ્યોગની હાલત કફોડી થઈ છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની સમસ્યાઓ સાંભળવા જેટલો પણ સમય સરકાર પાસે નથી. જરી ઉત્પાદન ઓછું થતા રોજગારીની સમસ્યા ઉભી થઇ છે.

જરી ઉદ્યોગ

By

Published : Oct 17, 2019, 1:41 PM IST

સુરતમાં જરી ઉદ્યોગ વર્ષોથી સુરતીઓ માટે રોજગારનું સાધન રહ્યો છે. વર્ષોથી ચાલતા આ ઉદ્યોગ સાથે અદાજીત 2 લાખ લોકો સંકળાયેલા છે, જેમાંથી 70 ટકા મહિલા કારીગર છે. હાલમાં અંદાજીત 40 ટકા જેટલું ઉત્પાદન ઓછું થાય છે. મહિને 90 કરોડનું ટર્ન ઓવર કરતા જરી ઉદ્યોગને 40 ટકા ઉત્પાદન કાપ મુકવાનો વારો આવ્યો છે. રો-મટીરિયલ્સની કિંમતમાં 20 ટકાનો વધારો તેમજ છેલ્લા એક વર્ષથી ઇમિટેશન જરીના એચ.એસ.એન કોડના આધારે બે અલગ-અલગ જીએસટીના દરના કારણે હેરાનગતિ વેઠી રહેલા ઉદ્યોગમાં અંદાજીત 1000થી વધુ યુનિટો બંધ કરવાની નોબત આવી છે.

1000 કરોડનું ટર્નઓવર ધરાવનાર જરી ઉદ્યોગની હાલત કફોડી

સુરતના બંદરે 84 દેશોના વાવટા ફરકતા હતાં એટલે કે 84 દેશો સાથે સુરત વેપારથી જોડાયેલું છે, તેમજ વર્ષો પહેલા મહિલાઓને રોજગારી આપવાની શરૂઆત જરી ઉદ્યોગ થકી કરવામાં આવી હતી. ચાલુ વર્ષ કાપડ ઉદ્યોગ માટે સારું રહ્યું નથી, અગાઉ લગ્નસરા અને છેલ્લે ઈદ અને શ્રાવણમાં પણ ખરીદી સામાન્ય રહેતા કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને નિરાશા સાંપડી છે. જેના કારણે વેલ્યુએડીશન ચેઇનને મોટો ફટકો પડ્યો છે. ખાસ કરીને જરીની હાલત કફોડી બની છે.

ABOUT THE AUTHOR

...view details