લિંબાયત વિસ્તારમાં જાહેરમાં બે યુવાનો પર ચપ્પુ વડે હુમલો થયો હોવાની ઘટના બની છે. જેમાં એક યુવાનનું મોત થયું છે.જ્યારે તેના મિત્ર રવિ સિંહ ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને સારવાર અર્થે સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસ તેમજ ઉપરી અધિકારીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બંને હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતમાં ફરી એક વાર યુવાનની જાહેરમાં કરાઈ હત્યા - youth murdered in surat
સુરત: શહેરમાં દિન પ્રતિદિન ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ફરી એક વાર લિંબાયત વિસ્તારમાં જાહેરમાં બે યુવાનો પર ચપ્પુ વડે હુમલો થયો હોવાની ઘટના બની છે. આ ઘટનામાં એક યુવાનનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ તેમજ ઉપરી અધિકારીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.
rer
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી ગુરૂકૃપા સોસાયટી પાસે શાકભાજી માર્કેટમાંથી કપિલ કોળી અને રવિ સિંહ રાજપુત નામના બે મિત્રો પસાર થઈ રહ્યાં હતા. તે દરમિયાન એકાએક ગોકુલ અને હર્ષદ નામના બે વ્યકિતઓ દ્વારા આ બંને મિત્રો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કપિલના યુવાનનું ઘટનાસ્થળે મોત થયું છેે.