વાંકાનેરના રંગપર ગામે રહેતા અમરાભાઈ જેઠાભાઈ ગાંગીયાનો પુત્ર રવિ રિક્ષા ચલાવતો હતો. આરોપી રવિભાઈ કમાભાઈ બોયર અને કાળુભાઈ નાથાભાઈ ગરએ રવિ સાથે પેસેન્જર બબાતે રોષ રાખી છરીના ઘા મારી ઈજા કરી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધવામાં આવી છે.
વાંકાનેરમાં રીક્ષામાં પેસેન્જર ભરવા મામલે યુવક પર છરીથી હુમલો
મોરબી : વાંકાનેરના ગારીયાના બોર્ડ નજીક રિક્ષામાં પેસેન્જર બાબતે બે શખ્સોએ રોષ રાખી યુવાનને છરીના માર્યા હતા. જે મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી બન્ન્ શખ્સોને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.
વાંકાનેરમાં રીક્ષામાં પેસેન્જર ભરવા મામલે યુવક પર હુમલો
વાંકાનેરના નજીવી બાબતે યુવાન પર હુમલો થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે ધોરણસરની તપાસ હાથ છે.