સુરતશહેરમાં ગુનાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી (Surat Crime News) છે. ત્યારે હવે દિવ્યાંગ બાળકીઓ ઉપર પણ જોખમ તોળાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અહીં 28 વર્ષીય યુવક વિરલ શાહે 13 વર્ષીય દિવ્યાંગ બાળકી સાથે શારીરિક અડપલાં (Young Man molested Handicapped Girl) કર્યા હતા. આ અંગે અઠવા પોલીસ સ્ટેશનમાં (athwa police station) ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
દિવ્યાંગ બાળકી સાથે અડપલાં કરનારા નરાધમની ધરપકડ, POCSO હેઠળ નોંધાયો ગુનો - સુરત ક્રાઈમ ન્યૂઝ
સુરતમાં દિવ્યાંગ બાળકી સાથે શારીરિક અડપલાં (Young Man molested Handicapped Girl) કરનારા નરાધમની પોલીસે ધરપકડ કરી હતી. આરોપી વિરલ શાહ સામે અઠવા પોલીસ સ્ટેશનમાં (athwa police station) ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે પોલીસે (Surat Crime News) આરોપી સામે પોક્સો હેઠળ (POCSO act) ફરિયાદ દાખલ કરી છે.
આ મામલે પીડિત બાળકના પિતાએ એવું જણાવ્યું હતું કે, "બિલ્ડીંગમાં રહેતો આરોપી વિરલ શાહ અવારનવાર બાળકીની છેડતી (Young Man molested Handicapped Girl) કરતો હતો. અગાઉ અમને આ ઘટના અંગે જાણકારી નહતી, પરંતુ 8 ઓક્ટોબરે જ્યારે બાળકી એકદમ ગુમસુમ થઈ ગઈ હતી. ત્યારે અમે CCTV ફૂટેજ ચેક કરવા લાગ્યા હતા. તેમાં આરોપી વિરલ શાહ દ્વારા કરવામાં આવેલી તેની આ અમાનવીય હરકતો કેદ થઈ ગઈ હતી. આરોપી સામે (Surat Police) ફરિયાદ નોંધાતા પોલીસે તેની અટકાયત કરી છે."
બાળકી પેસેજમાં રમી રહી હતી આ અંગે મળતી માહિતી, એક વિસ્તારમાં આવેલી બિલ્ડીંગના પેસેજમાં લગાવેલા CCTV કેમેરામાં આ ઘટના કેદ થઈ હતી. તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક દિવ્યાંગ મુકબધીર બાળકી સાથે યુવાન (Young Man molested Handicapped Girl) અડપલાં કરી રહ્યો છે. આ બાળકી વ્યવસ્થિત રીતે બોલી પણ શકતી નથી. 8 ઓક્ટોબરે બાળકી અન્ય બાળકો સાથે રમી રહી હતી. તે દરમિયાન આરોપીએ તેની શારીરિક છેડતી કરી (Young Man molested Handicapped Girl) હતી. આ કેસમાં સુરત પોલીસે જણાવ્યું હતું કે, બાળકીને લઈને આરોપીની તપાસ ચાલું છે. કાયદેસરના પગલાં લેવામાં આવશે. આરોપીની ધરપકડ થયા બાદ વધારે સ્પષ્ટતા પોલીસ કરશે.