ગુજરાત

gujarat

ETV Bharat / city

વર્લ્ડ બેંકની ટીમ સુરતમાં ગરબાના તાલે ઝૂમી ઉઠી - વર્લ્ડ બેંકની ટીમ સુરતમાં ગરબાના તાલે ઝૂમી

ગુજરાતમાં નવરાત્રિ (Surat Navratri 2022) ની રમઝટ જામી છે. ત્યારે વિદેશીઓ પણ ગરબાના તાલે ઝૂમી રહેલા જોવા મળ્યાં હતાં. સુરતમાં તાપી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ ( Tapi River Front Project ) નિરીક્ષણ માટે આવેલી વર્લ્ડ બેંકની ટીમ શહેરના અઠવા વિસ્તારમાં યોજાયેલા ગરબામાં ઉત્સાહથી રમતી જોવા મળી હતી.

વર્લ્ડ બેંકની ટીમ સુરતમાં ગરબાના તાલે ઝૂમી ઉઠી
વર્લ્ડ બેંકની ટીમ સુરતમાં ગરબાના તાલે ઝૂમી ઉઠી

By

Published : Sep 28, 2022, 4:31 PM IST

સુરત તાપી રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય આપવા વર્લ્ડ બેંકની ટીમ સુરતની મુલાકાતે છે. વર્લ્ડ બેંકની ટીમ એક બાજુ નિરીક્ષણ ( World Bank Team in Surat ) કરી રહી છે અને બીજી બાજુ સુરતમાં નવરાત્રી (Surat Navratri 2022)નો આનંદ ઉઠાવ્યો હતો તેમજ ગરબાના તાલે ઘૂમ્યાં હતાં.

ગરબાના તાલે વિદેશીઓ ઝૂમ્યાં

તાપી રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ નિરીક્ષણસુરત મહાનગરપાલિકા ( SMC ) માટે તાપી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ પ્રોજેક્ટોમાંથી એક છે. આ પ્રોજેક્ટ માટે આર્થિક સહાય આપવા વર્લ્ડ બેન્ક દ્વારા પહેલ બતાવવામાં આવી છે. ત્યારે વર્લ્ડ બેંકના અધિકારીઓ તાપી રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ નિરીક્ષણ માટે સુરત આવ્યા છે. 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી વર્લ્ડ બેંકની ટીમ સેકન્ડ પ્રીપેશન મિશન અંતર્ગત વિવિધ માહિતી મેળવવા સુરત આવી ગઈ છે.

વર્લ્ડ બેંકની ટીમ ગરબા રમીઆ ટીમ એક બાજુ નિરીક્ષણ કરી રહી છે અને બીજી બાજુ નવરાત્રી (Surat Navratri 2022)નો આનંદ પણ માણી રહી છે. સુરતના પાર્ટી પ્લોટ પર વર્લ્ડ બેન્કની ટીમના અધિકારીઓ ગરબા ( World Bank Team Playing Garba ) રમતાં નજરે પડ્યાં હતાં.

ભંડોળ પૂરું પાડવા વર્લ્ડ બેન્કે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે સુરતના અઠવા ઝોન વિસ્તારમાં આયોજિત નવરાત્રી પંડાલમાં ગરબાનું આયોજન થયું હતું. જ્યાં વર્લ્ડ બેંક ટીમના અધિકારીઓએ ગુજરાતી ગરબા પર તાલ મેળવી ઘૂમ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સુરતમાં તાપી નદીના બંને કિનારે 4,000 કરોડ રૂપિયાની તાપી રિવરફ્રન્ટયોજના માટે ભંડોળ પૂરું પાડવા વર્લ્ડ બેન્કે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. પહેલાં તબક્કાની 1,991 કરોડ રૂપિયાની યોજના માટે સોફ્ટ લોન આપતાં પહેલા વર્લ્ડ બેન્કની ટીમ સુરતની મુલાકાતે આવી છે. આ છ દિવસ દરમિયાન વર્લ્ડ બેન્કની ટીમ સુરતમાં ચાલી રહેલા તમામ કામોની સમીક્ષા કરશે.

ABOUT THE AUTHOR

...view details