ગુજરાત

gujarat

ETV Bharat / city

હજુ પણ અફવાના કારણે સુરતમાં શ્રમિકો કરી રહ્યા છે પલાયન - સુરતના સમાચાર

સુરતમાં લોકડાઉનની અફવાથી મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. જે આશરે 5,00થી 1,200 જેટલા શ્રમિકો ભયના માહોલમાં હિજરત કરી રહ્યા છે. 25મી માર્ચ સુધી સુરતમાં લોકડાઉન લાદવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડયું છે ત્યારે સુરતના ભાજપના કોર્પોરેટરો પોતે શ્રમિકોને અફવા તરફ ધ્યાન ન આપવાની વાત સમજાવવા મેદાનમાં ઉતર્યા છે.

હજુ પણ અફવાના કારણે સુરતમાં શ્રમિકો કરી રહ્યા છે પલાયન
હજુ પણ અફવાના કારણે સુરતમાં શ્રમિકો કરી રહ્યા છે પલાયન

By

Published : Mar 23, 2021, 7:52 PM IST

  • લોકડાઉનની અફવા વચ્ચે પરપ્રાંતીય શ્રમિકો વતન જઈ રહ્યા છે
  • ભાજપ કોર્પોરેટરનો ટ્રાવેલ સંચાલકો પર આક્ષેપ
  • ભાજપ કોર્પોરેટર મુજબ ટ્રાવેલ સંચાલકોએ અફવા ફેલાવી

સુરતઃ જિલ્લાના સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસોના કારણે એક તરફ તંત્રમાં ચિંતા જોવા મળી રહી છે તો બીજી તરફ પણ લોકડાઉન અંગેની અફવાએ જોર પકડયું છે. રોજ હજારોની સંખ્યામાં સુરતથી પરપ્રાંતીઓ પોતાના વતન એટલે ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ જવા માટે રવાના થઇ રહ્યા છે. આરોપ છે કે ટ્રાવેલ્સ કંપની દ્વારા આ અફવા ફેલાવવામાં આવી છે, જેના કારણે સુરતના લૂમ્સ અને ટેક્સટાઈલ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. એક ટ્રાવેલ્સ કંપની રોજે 6થી 7 જેટલી બસો સુરતથી રવાના કરી રહી છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં લોકડાઉન લાદવામાં આવશે નહીં તેમ છતાં અફવાએ જોર પકડ્યું છે.

લોકડાઉનની અફવા વચ્ચે પરપ્રાંતીય શ્રમિકો વતન જઈ રહ્યા છે

આ પણ વાંચોઃ લોકડાઉનની અફવાના કારણે અનેક શ્રમિકો સુરત છોડી પોતાના વતન જવા રવાના થયા

રોજે 500થી 1,200 જેટલા પરપ્રાંતીય શ્રમિકો હિજરત કરી રહ્યા છે

છેલ્લા ચારથી પાંચ દિવસથી સુરતના પરપ્રાંતિય વસ્તીના વિસ્તારમાંથી રોજે 500 થી 1200 જેટલા પરપ્રાંતીય શ્રમિકો હિજરત કરી રહ્યા છે. શ્રમિકોમાં બે વાત સ્પષ્ટ જોવા મળી રહી છે. 1 વર્ષ પહેલા લાદવામાં આવેલા લોકડાઉનનો ભય આજે પણ જોવા મળી રહ્યો છે. ટ્રાવેલ્સ કંપનીના સંચાલકે જણાવ્યું હતું કે રોજે તેઓ 6થી વધુ બસો રવાના કરે છે, પરંતુ માનવાથી ઇન્કાર કર્યું હતું કે કોરોનાના કારણે લોકો વધારે તેમની પાસે આવી રહ્યા છે. બીજી બાજુ શ્રમિકો માની રહ્યા છે કે તેઓ કોરોનાના ભયથી પલાયન કરી રહ્યા છે.

ભાજપ કોર્પોરેટર મુજબ ટ્રાવેલ સંચાલકોએ અફવા ફેલાવી

આ પણ વાંચોઃ વતનમાં કામ નહીં મળતા રાજસ્થાનથી પરપ્રાંતિય શ્રમિકો રાજકોટ પરત ફર્યા

હોળી,લગ્ન અને ખેતીના બહાના અન્ય લોકોને જણાવે એવી હિદાયત શ્રમિકોને આપવામાં આવે છે

ભાજપના કોર્પોરેટર સુધા પાંડે આ વિસ્તારના હાલ ચૂંટાઈને આવ્યા છે અને તેમણે જણાવ્યું હતું કે 25મી માર્ચ સુધી લોકડાઉનની અફવાના કારણે લોકો હિજરત કરી રહ્યા છે. તેમને સમજાવવા માટે કારખાનાઓ અને જ્યાંથી બસ ઉપડે છે ત્યાં તેઓ જાય છે અને લોકડાઉનની પરિસ્થિતિ આવશે નહીં એવી વાત તેમને સમજાવવામાં આવી રહી છે. આ સાથે તેમણે આરોપ લગાવ્યો હતો કે, ટ્રાવેલ્સ કંપનીના સંચાલકો જ આવી અફવા ફેલાવી રહ્યા છે, એટલું જ નહીં જે લોકો કોરોનાના ભયથી તેમની પાસે ટિકિટ ખરીદતા હોય છે તેમને ટિકિટ આપવાના સમયે જણાવવામાં આવે છે કે તેઓ કોઈપણ વ્યક્તિને નહીં કહે કે તેઓ કરોનાના ભયથી પલાયન કરી રહ્યા છે. હોળી, લગ્ન અને ખેતીના બહાના અન્ય લોકોને જણાવે એવી હિદાયત શ્રમિકોને આપવામાં આવતી હોય છે.

ABOUT THE AUTHOR

...view details