વિશાખાપટ્ટનમ: સ્માર્ટ સીટી અંતર્ગત 100 શહેરોમાં સુરતને પણ સામેલ કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકાએ 87 પ્રોજેકટ પર કામ શરૂ કર્યું હતું. બીજા બધા શહેરોની સરખામણીમાં સુરતમાં 80 ટકા પ્રોજેકટ પૂર્ણ થઈ ગયા છે. જ્યારે બાકીનું 20 ટકા કામ આ વર્ષના અંતમાં પૂર્ણ થશે તેવું પાલિકા કમિશ્નરે જણાવ્યું હતું.
વિશાખાપટ્ટનમમાં સુરતને મળ્યો એવોર્ડ - latest gujarati news
મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સીટી મીશન અંતર્ગત સુરતને સ્માર્ટ સીટી પ્રોજેક્ટના અમલીકરણ અન્વયે શ્રેષ્ઠ પ્રદર્શન બદલ “City Award” માટે વિજેતા જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે સ્માર્ટ સીટી સુરતના બે પ્રોજેકટ સુરત કિલ્લાના પુનરોદ્ધારને “culture & economy” કેટેગરીમાં અને Surat Money Cardને “Mobility & Transportation” કેટેગરીમાં પણ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આજે વિશાખાપટનમમાં આ એવોર્ડ પાલિકાને એનાયત કરવામાં આવશે.
વિશાખાપટ્ટનમમાં સુરતને મળ્યો એવોર્ડ
સુરતના એતિહાસિક કિલ્લાને પુનરોદ્ધાર કરવામાં આવ્યું તેને ખાસ કલચર અને ઇકોનોમી કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. જ્યારે સુરત મનીકાર્ડ જે આજે મોટા પ્રમાણમાં લોકો ઉપયોગ કરી રહ્યા છે. તેને પણ ધ્યાનમાં રાખી મોબીલીટી અને ટ્રાન્સપોર્ટેશનમાં વિજેતા ઘોષિત કર્યા હતાં.
Last Updated : Jan 24, 2020, 11:49 PM IST