સુરત : રાજ્યમાં પ્રેમ પ્રકરણને લઈને હવે હત્યાનો સિલસિલો (Surat Murder Case) ચાલુ થયો હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને સુરત શહેરમાં લગભગ એકાદ માસમાં પ્રેમ પુરાણ મામલે 3-4 હત્યાના કેસ આવતા હોય છે. ત્યારે ફરી એક વખત પત્નીએ પ્રેમીને પામવા પતિની હત્યા કર્યાનું સામે આવતા ચકચાર મચી છે. મહત્વનું છે કે પત્ની પાછી ગાંધી આશ્રમની સંચાલિકા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પ્રેમી અને પત્ની દ્વારા પતિની હત્યા કરતા સનસનાટી ફેલાઈ હતી. જોકે આ મામલે પોલીસને જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
શું હતો મામલો - ઓલપાડના ઉમરાચી ગામે રહેતા વિરેન્દ્ર સેવાનીયા જેઓ વ્યવસાયે વકીલ અને ઉમરાચી ગામના પૂર્વ સરપંચ હતા. તેઓના લગ્ન ડિમ્પલ નામની મહિલા સાથે થયા હતા. 16મી મે 2022 ના રોજ ધાબા પર સુતા હતા બાથરૂમ જવા નીચે જઈ રહ્યા હતા. તે દરમિયાન નીચે પડી જતાં મૃત્યુ થયાનું પત્નીએ જણાવ્યું હતું. જેથી કીમ પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં સુરત ગ્રામ્ય SOG પોલીસે (Surat Rural SOG Police) તપાસ કરતા માજી સરપંચ વીરેન્દ્ર સિહનું પડી જતા નહિ પણ પત્નીએ અને અન્ય એક શખ્સે હત્યા કરી હોવાનો ઘસ્ફોટ થયો છે. પોલીસે હત્યારી પત્ની ડિમ્પલ અને હત્યારા હેમંત શર્મા નામના શખ્સને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કેમ કરી હતી પત્નીએ પતી ની હત્યા ? -મૃતક વિરેન્દ્ર સિંહની પત્ની ડિમ્પલ ઉમરાચી ગામે આવેલા મહાત્મા ગાંધી આશ્રમમાં સંચાલિકા તરીકે નોકરી કરતી હતી. જ્યાં અમદાવાદથી અવારનવાર ઉમરાચી ગાંધી આશ્રમની મુલાકાતે આવતા હેમંત શર્મા નામના શખ્સ સાથે નજર મળી ગઈ હતી. બન્ને એકબીજાના પ્રેમમાં પાગલ થઇ ગયા હતા અને બન્ને લગ્ન કરવા માગતા હતા. જેથી 15મી મે ના રાત્રે નવ વાગ્યે વિરેન્દ્ર સિંહ ધાબા પર સુતા હતા તે દરમિયાન પત્ની ડિમ્પલએ પ્રેમી હેમંત શર્માને બોલાવ્યો અને મૃતક વીરેન્દ્ર સિહ ને ધાબા પરથી નીચે રૂમમાં લઈ ગયા અને બોદાર્થ પદાર્થ વડે માથામાં મારી (Murder Case in Love) મોતને ઘાટ ઉતાર્યા હતા.