- બારડોલી નગરપાલિકામાં બજારો શનિ-રવિ સંપૂર્ણ બંધ રહેશે
- મહુવા તાલુકાનાં 6 ગામોમાં પણ વિકેન્ડ લોકડાઉનની જાહેરાત
- બારડોલી તાલુકાના 10 ગામોના બજારો પણ બંધ રહેશે
બારડોલી: સુરત જિલ્લામાં કોરોનાની સ્થિતિમાં ધીમે-ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. જિલ્લાના બારડોલી શહેર અને તાલુકાના કેટલાક ગામોમાં તો કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો. જો કે છેલ્લા કેટલાક દિવસોથી કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલોમાં પણ હવે રાહત થઈ છે. કેસોમાં થઈ રહેલા ઘટાડાથી લોકોની સાથે તંત્રએ પણ થોડો રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો: કોરોનાને નાથવા વિવિધ એસોસિએશનોએ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી
કેસોમાં થઈ રહ્યો છે ઘટાડો
કેસ ઘટ્યા હોવા છતાં તકેદારીના ભાગ રૂપે આ અઠવાડિયે પણ વિકેન્ડ કરફ્યૂ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે હજી પણ બારડોલી સહિત જિલ્લામાં કેસો એકદમ ઓછા થયા નથી. એપ્રિલના મધ્યમાં નોંધાયેલા કેસો કરતાં હવે અડધા જરૂર થયા છે પરંતુ હજી પણ સંક્રમણમાં ઘટાડો જરૂરી છે. જેને માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતની ગાઇડલાઇનનું પાલન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.