- દિવાળીના તહેવાર દરમ્યાન ડ્રગ્સના જથ્થા સાથે વધુ એક યુવક ઝડપાયો
- 5.85 લાખની કિમતનું 58.530 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું
- ઘટનામાં ડ્રગ્સ મંગાવનારા અને મોકલનારા બે ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા
સુરત : સુરત શહેરમાં ભૂતકાળમાં અનેક વખત MD ડ્રગ્સ ઝડપાયું છે. ત્યારે દિવાળીના તહેવાર દરમિયાન ડ્રગ્સના જથ્થા સાથે વધુ એક યુવક ઝડપાયો છે. Surat SOG પોલીસનો સ્ટાફ પેટ્રોલીગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે એક ઇસમ ડ્રગ્સના જથ્થા ( Drugs )સાથે સુરત આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી નિયોલ ચેકપોસ્ટ પાસેથી એક યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેણે પોતાનું નામ પ્રવીણકુમાર બલવંતરામ વાના અને તે રાજસ્થાનનો ( Rajasthani Youth ) રહેવાસી હોવાનું જણાવ્યું હતું.
પોલીસે બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા