ગુજરાત

gujarat

ETV Bharat / city

મહારાષ્ટ્રનો વોન્ટેડ આરોપી દેશી રિવોલ્વર સાથે સુરતથી ઝડપાયો - Accused Caught With Revolver

મહારાષ્ટ્રમાં (Wanted Accused Maharashtra Nabbed In Surat) ત્રણ અલગ અલગ ગુનાઓમાં વોન્ટેડ આરોપીને સુરત જિલ્લાની LCBની ટીમે પલસાણા તાલુકાનાં બગુમરા ગામેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 15,000 ની કિંમતની દેશી હાથ બનાવટની રિવોલ્વર પણ કબ્જે કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રનો વોન્ટેડ આરોપી સુરતથી ઝડપાયો
મહારાષ્ટ્રનો વોન્ટેડ આરોપી સુરતથી ઝડપાયો

By

Published : Feb 10, 2022, 7:52 AM IST

સુરત: જિલ્લાની LCB ટીમ અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે દેશી હાથ બનાવટની રિવોલ્વર સાથે પલસાણા તાલુકાનાં બગુમરાથી આરોપીને (Wanted Accused Maharashtra Nabbed In Surat) ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 15,000 રૂપિયાની રિવોલ્વર કબ્જે કરવામાં આવી હતી.

આ પણ વાંચો:સુરતમાં ત્રણ વર્ષના બાળકને કારથી કચડી નાસી જનારો આરોપી આખરે ઝડપાયો

ઔદ્યોગિક વિસ્તારમાં કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા ઝડપી પાડ્યો

પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં ચોરી અને લૂંટના ગુનામાં વોન્ટેડ કબીર સોનવણે નામનો આરોપી ગેરકાયદેસર રીતે દેશી હાથ બનાવટનું હથિયાર રાખી જોળવા અને બગુમરા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમવાળા વિસ્તારોમાં કોઈ ગુનો કરવાના ઇરાદે ફરી રહ્યો છે. બગુમરા ગામની સીમમાં બારડોલીથી કડોદરા રોડની બાજુમાં આવેલી સાઈવાટિકા સોસાયટી તરફથી જોળવા ઔદ્યોગિક વિસ્તાર તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થનાર છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી વર્ણન વાળો ઈસમ આવતા જ તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી પાસેથી દેશી હાથ બનાવટની રિવોલ્વર મળી આવી હતી. જેનું લાઇસન્સ કે અન્ય કોઈ દસ્તાવેજો મળી આવ્યા ન હતા.

આ પણ વાંચો:સુરતમાં એડમિશનના નામે 55 લોકો પાસે 41 લાખની છેતરપીંડી, મુખ્ય આરોપી ઝડપાયો

પકડાયેલો આરોપી મહારાષ્ટ્રના અલગ અલગ પોલીસ મથકમાં વોન્ટેડ

આરોપીનું નામ કબીર ઉર્ફે પબજી વિજય સોનવણે મહારાષ્ટ્ર રાજ્યમાં અલગ અલગ પોલીસ મથકમાં દાખલ થયેલ ગુનાઓમાં નાસતો ફરતો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં ચાલીગાંવ રોડ પોલીસે સ્ટેશન, મોહાડી પોલીસ સ્ટેશન અને ધુલિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ચોરી અને લૂંટના ગુના નોંધાયા છે. પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પલસાણા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે પિસ્તોલ આપનાર તેના ગામના નિખિલ ઉર્ફે દાદા શાંતરામ આહીરેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે .

ABOUT THE AUTHOR

...view details