- વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં સિન્ડિકેટની 7 બેઠક માટે ચૂંટણી યોજાશે
- આ વખતે જનરલ બેઠકમાં 5 લોકો સહિત કુલ 7 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી
- આ વખતે ફરી એક વાર ABVP અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળશે
સુરતઃ શહેરમાં આવેલી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં આજે સિન્ડિકેટની 7 બેઠક માટે મતદાન યોજાશે, જેમાં સિન્ડિકેટની 5 જનરલ અને ટીચરની એક તથા એચઓડીની એક બેઠક માટે મતદાન થશે.
આ પણ વાંચો-ગુજરાત યુનિવર્સિટીએ નીતિ આયોગ સાથે કર્યા MOU, હવે ખેતીને લગતા કોર્સ પણ ભણાવાશે યુનિવર્સિટીમાં
જનરલ બેઠકમાં 5 લોકોએ ઉમેદવારી નોંધાવી
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં આવેલા કન્વેન્શનલ હોલમાં સિન્ડિકેટની 7 સીટ માટે 153 મતદાન કરવામાં આવશે, જેમાં સિન્ડિકેટની જનરલ 5 તથા ટીચરની 1 તથા એચઓડીની 1 બેઠક માટે ચૂંટણી કરવામાં આવશે. આમાં આ વખતે કુલ 7 લોકોએ ઉમેદવારી નોંધવી હતી અને જનરલ બેઠકમાં કુલ 5 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી.
આ પણ વાંચો-સુરત શહેરમાં રાજ્યની પ્રથમ વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીનો પ્રારંભ થયો
કોંગ્રેસ હટાવોના અભિયાન યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્યએ રણનીતિ ઘડી
આ વખતની સિન્ડિકેટની ચૂંટણીમાં ભાજપ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP), આર.એસ.એસ (RSS) આ કોંગ્રેસ હટાવોના અભિયાન હેઠળ વિજય સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીએ રણનીતિ ઘડી છે તથા કોંગ્રેસના ભૂતપૂર્વ સિન્ડિકેટ સભ્ય હોસેંગ મિર્ઝા મેદાનમાં ઉતારવાની ચર્ચાઓ ચાલી રહી છે.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં સિન્ડિકેટની 7 બેઠક માટે ચૂંટણી યોજાશે જનરલ બેઠક માટે ખેંચતાણ જોવા મળી શકે છે
ચૂંટણીમાં જનરલ બેઠક પર ખેંચતાણ થાય તેવી શક્યતાઓ છે. તેમાં નિશાંત મોદી અને ડોક્ટર ભાવેશ રબારી વચ્ચે થઈ શકે છે. શિક્ષકની એક બેઠક માટે નિમેશ માળી અને અજય નાયક છે. તો એચ.ઓ.ડી માં ડો. કિશોર પોરિયા અને ડો. રાકેશ દેસાઈ છે. આમાં પોતાની બેઠક માટે ખેંચતાણ થઇ શકે તેવી શક્યતા ખરી.
126 મતદાતોઓ મતદાન કરશે
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) આ વખતે સિન્ડિકેટની ચૂંટણીમાં શિક્ષકની એક બેઠક માટે 10 ઉમેદવારો છે. એચ.ઓ.ડીની એક બેઠક માટે 17 ઉમેદવારો છે અને જનરલની 5 બેઠકોમાં 126 મતદાતાઓ છે. તેમાં આ ચૂંટણીમાં એચ.ઓ.ડીના બેઠક માટે વિવાદ થઈ શકે તેવી શક્યતાઓ ખરી. હાલ મતદાન શરૂ કરી દેવામાં આવ્યું છે.