ગુજરાત

gujarat

ETV Bharat / city

VNSGU Paper Leak Case: પેપર લીક કેસમાં કૉલેજના આચાર્ય સહિત આટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા - ઉમરા પોલીસ સ્ટેશન

સુરતમાં વાડિયા વિમેન્સ કૉલેજના પ્રશ્નપત્રો સોશિયલ મીડિયામાં (VNSGU Paper Leak Case) વાઈરલ થયા હતા. આ મામલે કૉલેજના આચાર્ય ડો. અશોક દેસાઈ સહિત 12 કર્મચારીઓને પરીક્ષાની કામગીરીમાંથી સસ્પેન્ડ (Staff of Wadia Women's College suspended) કરવામાં આવ્યા છે.

VNSGU Paper Leak Case: પેપર લીક કેસમાં કૉલેજના આચાર્ય સહિત આટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
VNSGU Paper Leak Case: પેપર લીક કેસમાં કૉલેજના આચાર્ય સહિત આટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

By

Published : Apr 28, 2022, 9:00 AM IST

Updated : Apr 28, 2022, 4:03 PM IST

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હેઠળ આવતી વાડિયા વિમેન્સ કૉલેજમાંથી પ્રશ્નપત્રોના પ્રશ્નો સોશિયલ મીડિયામાં વાઈરલ (VNSGU Paper Leak Case) થયા હતા. આ મામલે આખરે કાર્યવાહી કરવામાં આવી છે. કૉલેજના આચાર્ય ડો. અશોક દેસાઈ સહિત 12 કર્મચારીઓને પરીક્ષાની કામગીરીમાંથી સસ્પેન્ડ (Staff of Wadia Women's College suspended) કરવામાં આવ્યા છે. એટલું જ નહીં યુનિવર્સિટી તરફથી ઉમરા પોલીસ મથકમાં (Umra Police Station) પેપર ફોડનારની તપાસ હજી પણ કરવામાં આવી છે.

પેપર લીક મામલે કુલપતિનું નિવેદન

પેપર લીકને ગણાવી શરતચૂક -પરીક્ષા પહેલા વાડિયા વિમેન્સ કોલેજમાંથી પેપર સોશિયલ મીડિયામાં લીક (Staff of Wadia Women's College suspended) થતા જ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. એન. કે. ચાવડા તરફથી ફેક્ટ કમિટીની રચના પણ કરવામાં આવી હતી. એમ. કે. ચાવડાને ફરિયાદ મળી હતી કે, પરીક્ષા પહેલાથી જ પેપર ખોલી (VNSGU Paper Leak Case) નાખવામાં આવ્યું હતું. આ ફરિયાદ મળ્યા બાદ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ કોલેજ પહોંચી હતી. જ્યારે તપાસમાં જાણવા મળ્યું હતું કે, 19 એપ્રિલે શરતચૂકથી પેપર ખૂલી ગયા હતા.

આ પણ વાંચો-Examination of Head Clerk 2022 : હેડ કલાર્ક પરીક્ષાના નિયમો વિશે ચેરમેન એ. કે. રાકેશ શું કહી રહ્યાં છે જૂઓ

યુનિવર્સિટીએ ઉમરા પોલીસ મથકમાં કરી અરજી -ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે યુનિવર્સિટી તરફથી ઉમરા પોલીસ મથકમાં (Umra Police Station) પેપર ફોડનારની તપાસ હજી પણ કરવામાં આવી રહી છે. તો ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. જયદીપ ચૌધરીએ અરજી કરતાં જણાવ્યું હતું કે, પરીક્ષા પ્રશ્નપત્ર અમદાવાદ પ્રેસમાંથી છપાઈને સીલ બંધમાં યુનિવર્સિટી ખાતે આવે છે. આ પેપર આવ્યા બાદ પરીક્ષાના સમયપત્રક અનુસાર યુનિવર્સિટી તરફથી કોલેજ પર પહોંચાડવામાં આવે છે. આ બેદરકારી સામે કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચો-Shaktisinh Gohil In Morbi: શક્તિસિંહ ગોહિલના ભાજપ સરકાર પર ચાબખા, પેપરકાંડથી લઇને શિક્ષણની સ્થિતિ સહિતના મુદ્દે ઘેરી

માનવ ક્ષતિ જણાય છે : રિપોર્ટ -ફેક્ટ કમિટી દ્વારા તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ માનવક્ષતિ જણાય છે. પાંચ વિષયના પેપર ખૂલી ગયા અને યુનિવર્સિટીને જાણ ના કરી એ ગંભીર બેદરકારી જણાય છે. એટલું જ નહીં તપાસ કમિટીના સભ્યોએ આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓ કોલેજના આચાર્ય સ્ટાફ સહિતના લોકો નિવેદનો (VNSGU Paper Leak Case) પણ લીધા છે. સાથોસાથ સીસીટીવી ફૂટેજ આ અંગે પણ તપાસ કરી હતી.

Last Updated : Apr 28, 2022, 4:03 PM IST

ABOUT THE AUTHOR

...view details