VNSGU દ્વારા બાકી રહેલી પરીક્ષાઓ ઓફલાઈન લેવામાં આવશે
સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલ કોરોના(corona) મહામારીના કારણે જે પણ પરીક્ષાઓ લેવામાં આવી હતી. તે બધી જ પરીક્ષાઓ ઓનલાઇન (online exam) લેવામાં આવી હતી અને હાલ રાજ્ય અને સુરત શહેરમાં કોરોનાના કેસ(corona case)માં ઘટાડો થતાં યુનિવર્સિટી દ્વારા આજે કાઉન્સિલની બેઠકમાં બાકી રહેલી પરીક્ષાઓને લઈને નિર્ણય લેવામાં આવ્યો કે, હવે જે ચાર વિષયોની પરીક્ષાઓ બાકી છે. એ બધી જ પરીક્ષાઓ ઓફલાઈન(offline exam) લેવામાં આવશે.
BA, B.COM, BSC, BBA સેમ 6ની પરીક્ષાઓ બાકી હતી
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી(VNSGU) આજ રોજ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, જે તે દરમિયાન દેશ અને રાજ્યમાં કોરોનાના કેસ(corona case) વધારે હોવાથી યુનિવર્સિટી દ્વારા જે પણ પરીક્ષા લેવામાં આવી હતી, તે તમામ પરીક્ષાઓ ઓનલાઇન પરીક્ષા(online exam)લેવામાં આવી હતી અને બાકીની જે પણ પરીક્ષાઓ બાકી રહી ગઈ છે. તે હવે પછીની પરીક્ષાઓ ઑફ્લાઈન (offline exam) લેવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા BA, B.Com, Bs.c, BB.A સેમ-6ની કુલ 4 વિષયોની પરીક્ષા ઓફ લાઈન મારફતે લેવામાં આવશે.