સુરતમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો. ઘટનાની વિગતવાર વાત કરીએ તો બન્યું એવુ હતું કે, ધૂળેટીના દિવસે રાંદેર કોઝ વે પર એક મહિલાનો તરતો મજતદેહ તાપી નદીમાં તણાઈ આવ્યો હોવાની વાત વહેતી થઈ હતી. દરિયાની ભરતીના કારણે મૃતદેહ નદીમાં અંદર તણાઈ આવ્યો હોવાની વાતથી બે સ્થાનિક તરવૈયા તાપી નદીમાં કુદયા હતાં. મહિલાના મૃતદેહને લેવા ગયેલા આ તરવૈયાઓએ મહિલાને ઉંચકવા જતા મહિલા ઉભી થઈ હતી. પણ જેમ સ્થાનિક તરવૈયા ત્યાં પહોંચ્યા તો મહિલા હલી હતી. જેથી પહેલા તો તરવૈયા ડરી ગયા હતા.
મૃત મહિલાના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવા જતા મહિલા ઉભી થઈને ચાલવા લાગી, વીડિયો વાયરલ
સુરત : કોઝવે નજીક તાપી નદી કિનારે ગઈકાલે ધૂળેટીના દિવસે અજીબોગરીબ ઘટના બની હતી. એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ નદી કિનારે કીચડમાં દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતુ, પરંતુ હકીકત તો કંઈ બીજી જ હતી. તરવૈયા મહિલાને બચાવવા જતા મહિલા જીવતી નીકળી હતી અને આ સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
સ્પોટ ફોટો
તાપી કિનારે સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો વાઈરલ થયો હતો. જો કે, આ મહિલા કોણ હતી અને તેને સારવાર માટે ક્યાં ખસેડવામાં આવી તથા ફાયરબ્રિગેડ કે પોલીસને પણ આ ઘટના અંગે કોઈ જાણ ન હોવાનું માલુમ પડ્યું હતું. હાલ તણાતી મહિલાનો મૃતદેહ અને ઉભી થયેલી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.