- સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કૂલનો વીડિયો વાયરલ
- ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવ્યા
- વીડિયોમાં વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો
સુરત: શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કૂલ દ્વારા રાજ્ય સરકારના નિયમોનો ભંગ કર્યો છે. સ્કૂલ દ્વારા ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જો કે હજી સુધી રાજ્ય સરકાર દ્વારા ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ મુદ્દે કોઈ જાહેરાત કરી નથી. તેમ છતાં સ્કૂલ સંચાલકો દ્વારા પોતાની મનમાની કરીને વિદ્યાર્થીઓના જીવના જોખમે સ્કૂલમાં અભ્યાસ માટે બોલાવી રહ્યા છે. જોકે કહી શકાય કે, સ્કૂલ રાજ્ય સરકારની ઉપર હોય તેમ લાગી રહ્યું છે.
ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલવવામાં આવ્યા
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા ગજેરા સ્કૂલના સંચાલકો દ્વારા ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં અભ્યાસ માટે બોલાવી રહ્યા છે. જેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે. કઈ રીતે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. સામાન્ય રીતે કોરોના પરિસ્થિતિમાં રાજ્ય સરકારની ગાઈડ લાઈન પ્રમાણે એક બેન્ચ ઉપર ફક્ત એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ એક બેન્ચ ઉપર ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓ બેઠા છે. તે જોવા મળી રહ્યું છે. મહત્વની વાત એ છે કે, સ્કૂલના સંચાલકો દ્વારા પોતાની મનમાની કરીને વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલવામાં આવી રહ્યા છે.
સ્કૂલ સંચાલકો કંઈ બોલવા તૈયાર નથી
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગજેરા સ્કૂલના સંચાલકો દ્વારા ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી ઓપન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેવા વિડિયો બહાર આવતા હતા. આ બાબતે સ્કૂલના સંચાલકોએ પૂછવામાં આવતાં સ્કૂલના સંચાલકો કંઈક બોલવા તૈયાર નથી. જ્યારે વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે તમે સ્કૂલે ક્યારથી આવી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમે 2 તારીખથી સ્કૂલે આવી રહ્યા છે.
ગાઇડલાઇનનો ભંગ કરનારને છોડવામાં નહી આવે : મુખ્યપ્રધાન રૂપાણી