ગુજરાત

gujarat

ETV Bharat / city

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં ઉદ્યોગકારો સાથે કર્યો સંવાદ - Chamber of Commerce

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે શુક્રવારે સુરતની મુલાકાત આવ્યા હતા. તેઓ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સુરતના ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો હતો. તેઓએ ઉદ્યોગપતિઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, કેટલાક લોકોના કારણે તમામ ઉદ્યોગપતિઓના નામ ખરાબ થાય છે. તેઓ લોન લઈને વિદેશ ભાગી જતા હોય છે. તમામ દેશોએ આવા લોકોને તેમના દેશમાં પરત મોકલી દેવા જોઈએ. સાથે તેઓએ જણાવ્યું હતું કે, દેશને આર્થિક રીતે સદ્ધર કરવું જરૂરી છે. તેમજ તેઓએ રાજકીય પક્ષની ટીકા કરી હતી કે, જેઓ લોકોને તમામ વસ્તુઓ મફતમાં આપવાની વાત કરે છે.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં ઉદ્યોગકારો સાથે કર્યો સંવાદ
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં ઉદ્યોગકારો સાથે કર્યો સંવાદ

By

Published : Mar 5, 2021, 10:25 PM IST

Updated : Mar 6, 2021, 8:32 AM IST

  • ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ લીધી સુરતની મુલાકાત
  • ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આપી હાજરી
  • અનેક મુદ્દાઓ પર હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને સંબોધિત કર્યા

સુરતઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે શુક્રવારે સુરતની મુલાકાત આવ્યા હતા. આજે અનેક મુદ્દાઓ પર ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને સંબોધિત કર્યા હતા. તેઓએ ગુજરાતીઓના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે, કેવી રીતે ગુજરાતીઓ જ્યાં પણ જાય છે ત્યાં તેઓ વિકાસ કરતા હોય છે. તેઓએ પોતાના વક્તવ્યની શરૂઆત ગુજરાતી ભાષામાં કરી હતી અને ત્યારબાદ અનેક મુદ્દા ઉપર ઉદ્યોગપતિઓને સંબોધિત કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું કે, આપણા દેશમાં યુવાઓની સંખ્યા વધારે છે, જેના કારણે લોકતંત્ર મજબૂત બનશે. હું ભારતના દરેક ક્ષેત્રમાં ફરું છું અને જે પણ મને જાણવા મળે છે તે હું સરકારને જણાવું છું. એક સમયમાં ભારત વિશ્વગુરુ હતું. નાલંદા અને તેના જેવા અન્ય ધરોવર આપણી પાસે હતા. હાલ લોકો ભારતમાં રોકાણ કરવા માંગે છે અને ભારત સરકાર રોકાણ માટે આમત્રીત કરી રહી છે. સરકાર વેપાર નથી કરતી વેપાર માટે તકો આપે છે. વડાપ્રધાને મંત્ર આપ્યું છે, કે રીફોર્મ, પરફોર્મ, સરકારનું ફોકસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવાનું છે, આરોગ્ય લક્ષી કાર્ય કરવાનું છે અને દેશની સુરક્ષાનું કામ કરવાનું છે.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આપી હાજરી

કોરોના કાળમાં ભારત અને અમેરિકાની કાર્યશૈલી પર સ્ટડી થવી જોઈએ

તેઓએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર આ અંગે કામ કરી રહી છે. કોરોના કાળમાં અનેક સમસ્યા વિશ્વમાં આવી પરંતુ ભારતે આ મહામારીમાં સરસ કામ કર્યું છે. કોરોના મત્યુદર ભારતમાં ઓછો છે. આવનાર દિવસોમાં ભારત વધુ આગળ આવશે. અમેરિકાની સ્થિતિ અને ભારતની સ્થિતિએ સ્ટડીનો વિષય છે. કૃષિ ક્ષેત્ર 4 ટકા વધ્યું છે. દેશના ખેડૂતોને સલામ કર્યે છીએ કે, તેઓ પણ ડોકટરની જેમ કોવિડ કાળમાં ખેતરોમાં કામ કરતા રહ્યા. લોકો પોતાના મૂળ સુધી જાય. મહેનત કરનારા માટે તક છે. લોકોને સ્વાસ્થ્ય માટે પણ કાળજી લેવાની જરૂર છે અને કેટલાક લોકો કહે છે કે, સૂર્ય નમસ્કાર કરવામાં સમસ્યા થાય છે. હું તેમને કહીશ કે તો ચંદ્ર નમસ્કાર કરો, લોકોને વ્યાયામ કરવા જોઈએ. કારણે કે શારીરિક સ્વસ્થ રહેવાની સાથે માનસિક સ્વસ્થ રહેવું જોઈએ. સાયકલનો વપરાશ કરવા પણ તેઓએ લોકોને અપીલ કરી છે.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આપી હાજરી

વાંચો: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે નવસારીમાં નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો કરશે શિલાન્યાસ

ફ્રીનું રાજકારણ ન થવું જોઈએ

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હું બધું ફ્રી આપવામાં માનતો નથી. ખેડૂત અને ઉદ્યોગપતિઓને શું જોઈએ તે વિચારવુ જોઈએ. તે આપો અને તેના બદલામાં પૈસા લો બેંકમાં જે પૈસા છે તે લોકોના પૈસા છે. મફતમાં આપવાનું રાજકારણ થાય છે. કહેવામાં આવે છે મફતમાં આપો. લોકોને મફતમાં આપવું એ ખોટી વાત છે. હું કોઈ પક્ષનું નામ લેવા માંગતો નથી.

સ્માર્ટ ફોનનો વપરાશ ઓછો કરવા આપીલ સલાહ

જંક ફૂડ ખાવવાનું ટાળો, સ્માર્ટ ફોન સ્વાસથ્ય માટે હાનિકારક સાબિત થાય છે. હાલ સ્માર્ટ ફોનનો ઉપયોગ વધ્યો છે. સ્માર્ટ ફોનનો વપરાશ જેટલો બને એટલો ઓછો કરવાની સલાહ આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આપી હાજરી

વાંચો: કોરોના પછીનું પરિવર્તિત જીવન પહેલા જેવું નહીં રહે: વેંકૈયા નાયડુ

આવનારા વર્ષમાં GDP 11.5 ગ્રોથ થઈ શકેઃ વેકૈયા નાયડુ

ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે, આવનારા વર્ષમાં GDP 11.5 ગ્રોથ થઈ શકે. આ તજજ્ઞો મળી રહ્યા છે. હીરા ઉદ્યોગ ફાળો આપી શકે છે. અમે આર્થિક સ્થિતિના સુધાર પર છીએ. લોકોને લર્નિંગમાં રસ ધરાવવો જોઈએ. પોતાના દેશને જાણો, વધુ મહિતી મેળવો, સુરતના હીરા ઉદ્યોગ વિશે જાણકારી મેળવો કે કઈ રીતે આ ઉદ્યોગ ચાલે છે. શિક્ષણ ખૂબ જ અગત્યનું છે. એમ્પ્લોયમેન્ટની સાથે એમ્પાવારમેન્ટ પણ જરૂરી છે. કોપોરેટિવ મુવમેટ પણ જરૂરી છે. જે વિકાસ માટે થશે. કેટલાક ખરાબ તત્વો આ ક્ષેત્ર માં આવી શકે છે, જેના કારણે અમે મૂળ ઉદ્દેશ્ય પૂર્ણ નથી કરી શકતા. કોર્પોરેટિવ મુવમનેટ આ વિકાસ માટે જરૂરી છે.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આપી હાજરી

થોડા લોકોના કારણે ઉદ્યોગપતિનું નામ ખરાબ થાય છેઃ વેકૈયા નાયડુ

વેકૈયા નાયડુએ જણાવ્યું કે, થોડા લોકોના કારણે ઉદ્યોગપતિનું નામ ખરાબ થાય છે. તેઓ બેંકની લોન ભરતા નથી અને વિદેશ નાસી જાય છે. દેશની જેલમાં રહેવામાં માનતા નથી. બદનામ કરે છે આવા લોકોને તેમના દેશમાં પરત મોકલી દેવા જોઈએ. જે દેશ કહે છે કે, અમારા કાયદો અનુમતિ નથી આપતો તો શું દેશનું ધર્મ નથી કે આવા લૂંટારુઓને આપી દેવું જોઈએ. વિશ્વના દેશોએ આવા લોકોને તેમના દેશમાં મોકલી આપવા જોઈએ. આવા લોકોના કારણે ઉદ્યોગને નુકશાન થાય છે. વેપારમાં નૈતિકતા હોવી જઈએ. વસુદેવ કુટુંબકંમ અમારો મંત્ર છે અને આર્થિક રીતે મજબૂત થવા જોઈએ. કોઈની ઉપર રાજ કરવા માટે નહીં પરંતુ શાંતિથી જીવવા માટે દેશને સક્ષમ બનવું જરૂરી છે.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

વાંચો: કેટલાક નિર્ણયોથી પ્રતિત થયું કે ન્યાયતંત્રનો હસ્તક્ષેપ વધી રહ્યો છેઃ ઉપરાષ્ટ્રપતિ નાયડૂ

Last Updated : Mar 6, 2021, 8:32 AM IST

ABOUT THE AUTHOR

...view details