ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં ઓનલાઇન ટેસ્ટમાં વિદ્યાર્થીઓના ખૂબ જ નબળા પરિણામો

કોરોનાને લીધે સ્કૂલ અને કૉલેજોમાં ઓનલાઇન શિક્ષણ અપાઇ રહ્યું છે. કોરોનાના કેસમાં હાલ ઘટાડો આવ્યો છે. ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા ધીરે-ધીરે સ્કૂલ અને કૉલેજો ખોલવાની મંજૂરી આપી દીધી છે. સ્કૂલની વાત કરવામાં આવે તો, હાલ રાજ્યમાં ધોરણ 5થી 12 સુધીની સ્કૂલો ખોલવાની મંજૂરી અપાઇ છે. ધોરણ 3થી 10ના વિદ્યાર્થીઓને હાલ પણ ઓનલાઇ ટેસ્ટ આપવામાં આવી રહી છે. સુરતમાં ઓનલાઇન ટેસ્ટની વાત કરવામાં આવે તો ધોરણ 3થી 10ના વિદ્યાર્થીઓના પરિણામ ઓનલાઇન ટેસ્ટ દરમિયાન ખૂબ જ નબળા આવ્યાં છે.

ઓનલાઇન શિક્ષણ
ઓનલાઇન શિક્ષણ

By

Published : Feb 28, 2021, 8:13 PM IST

  • ઓનલાઈન એજ્યુકેશન દ્વારા વોટ્સએપ બેઇઝડ વીકલી ટેસ્ટ
  • ધોરણ 10ના 5.94 ટકા જેટલા વિદ્યાર્થીઓ આપે છે ઓનલાઇન ટેસ્ટ
  • સુરતમાં વિદ્યાર્થીઓનું પરિણામ ખૂબ જ ઓછું
    સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ

સુરત : કોરોના મહામારી લીધે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન શિક્ષણ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સુરતમાં ધોરણ 3થી 10ના વિદ્યાર્થીઓની સંખ્યા 1.27 લાખ જેટલી છે. વિદ્યાર્થીઓની ઓનલાઇન ટેસ્ટ લેવામાં આવે છે, ત્યારે 19 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઇન ટેસ્ટ આપે છે. ઓનલાઈન એજ્યુકેશન દ્વારા વોટ્સએપ બેઇઝડ વીકલી ટેસ્ટ લે છે અને દર વખતે સુરતના વિદ્યાર્થીઓનું પરિણામ ઓછું જ આવી રહ્યું છે. જેના કારણે વાલીઓ ચિંતામાં મૂકાયા છે.

સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ

ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓની સંખ્યા 46,690
સુરતમાં ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓની સંખ્યા 46,690 છે. તેમાંથી 7,306 વિદ્યાર્થીઓએ વીકલી ટેસ્ટ આપી છે. એટલે કે 15.65 ટકા વિદ્યાર્થીઓ છે. ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની સંખ્યા 45,523 છે. તેમાંથી 9,497 વિદ્યાર્થીઓએ ટેસ્ટ આપી છે. એટલે કે 20.86 ટકા વિદ્યાર્થીઓ છે.

સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ

ધોરણ 9થી 10ના વિદ્યાર્થીઓની સંખ્યા 34,672

ધોરણ 9થી 10ના વિદ્યાર્થીઓની સંખ્યા 34,672 છે. તેમાંથી 1,854 વિદ્યાર્થીઓએ વિકલી ટેસ્ટ આપી છે. એટલે કે 5.35 ટકા વિદ્યાર્થીઓએ વીકલી ટેસ્ટ આપી છે. એમાંથી ધોરણ 3થી 10ના 1,26,885માંથી 18,657 વિદ્યાર્થીઓએ વોટ્સએપ બેઇઝ વીકલી ટેસ્ટ આપી છે.

સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ

30 ટકાથી ઓછા વિદ્યાર્થીઓ ઓનલાઇન ટેસ્ટ આપે
ધોરણ-3-14.92 ટકા, ધોરણ-4-15.51 ટકા, ધોરણ-5-16.59 ટકા, ધોરણ-6-18.09 ટકા, ધોરણ-7-22.33 ટકા, ધોરણ-8-22.27 ટકા, ધોરણ-9-4.71 ટકા અને ધોરણ-10-5.94 ટકા જેટલા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ટેસ્ટ આપી છે.

ABOUT THE AUTHOR

...view details