સુરત: દર વર્ષે યુવા પેઢીઓ એકબીજાને ગુલાબનું ફૂલ અથવા તો કોઈ ભેટ આપીને વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતાં હોય છે. બદલાતા સમયની સાથે ભારતીય સંસ્કૃતિ આજની યુવા પેઢીમાંથી જાણે લુપ્ત થતી જઇ રહી છે, ત્યારે વેલેન્ટાઈન ડેનો દિવસ માતા -પિતાની પૂજા અર્ચના કરી ઉજવવામાં આવે તેવો પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. જેથી સુરતની શાળાઓમાં વેલેન્ટાઇન ડેની માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.
સુરતની શાળાઓએ વેલેન્ટાઈન ડેને માતૃ-પિતૃ પૂજન ડે તરીકે ઉજવ્યો - surat municipal corporation
સુરતની શાળાઓમાં વેલેન્ટાઇન ડેની અનોખી રીતે ઉજવણી જોવા મળી હતી. રાજ્ય સરકાર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને પાઠવવામાં આવેલા પરિપત્ર મુજબ શહેરની તમામ મોટા ભાગની શાળાઓમાં વેલેન્ટાઈન્સ ડેની માતૃ-પિતૃ પૂજન તરીકે ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં આમંત્રિત વાલીઓનું વિદ્યાર્થીઓ દ્વારા પૂજા કરવામાં આવી હતી. જેથી વાલીઓ અને શાળાના શિક્ષકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.
સુરતની શાળાઓમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી માતૃ-પિતૃ પૂજન તરીકે કરવામાં આવી
શાળામાં આમંત્રિત કરાયેલા વાલીઓની વિધાર્થીઓ દ્વારા પૂજા કરી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. શાળામાં જોવા મળેલા અદ્ભૂત દ્રશ્યો બાદ વાલીઓ અને શિક્ષકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.