સુરત : આજે વેલેન્ટાઈન ડે છે, સુરતમાં (Valentines Day 2022) રહેતા ફોરમ અને શિરેન અંજીરવાલાનો પ્રેમ આજના યુવાનો માટે એક પ્રેરણા રૂપ છે. બ્રેકઅપ અને પ્રેમના અનેક કિસ્સાઓ આપળે સાંભળ્યા હશે, પરંતુ આ બન્ને એક બીજાને જે પ્રેમ કરે છે. તે ચોક્કસથી સાંભળી તમારી આંખોમાં અશ્રુ લાવી દેશે. લગ્ન અનેક જન્મોજનમના સંબંધ છે. પતિ પત્નીનો પ્રેમ અતૂટ હોય છે. વર્ષ 2005માં ફોરમની મુલાકાત શિરીન (wife donated liver to her husband) સાથે ફોરમની બેને કરાવી હતી. ફોરમ ઈચ્છતી હતી કે બંને લગ્ન કરે પરંતુ તે પહેલા તેઓ એકબીજાને સારી રીતે ઓળખી લે. બે વર્ષ સુધી એકબીજાને અતૂટ પ્રેમ કરનાર ફોરમ અને શિરેન વર્ષ 2007માં કોર્ટમાં લગ્ન કરી લીધા.
Valentines Day 2022 : લગ્ન પહેલા દિલ આપ્યું, લગ્ન પછી 70 ટકા લીવર આપી પતિની જિંદગી બચાવી આ પણ વાંચો:Valentine Day 2022 : અમદાવાદ શહેરમાં ગુલાબના ભાવમાં વધારો, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વેપાર પણ ખૂબ ઓછો
શિરીનને લીવર સીરોસીસ નામની જીવલેણ બીમારી હતી
શિરેન આઇટી ક્ષેત્ર સાથે જોડાયલ છે, જ્યારે ફોરમ ઈન્સ્યુરન્સ ક્ષેત્રમાં કાર્યરત છે. દિવસેને દિવસે તેમનો પ્રેમ વધતો ગયો પરંતુ વર્ષ 2020માં જ્યારે કોરોનાના કેસો પિક પર હતા, ત્યારે શિરેનની તબિયત લથડી હતી. ડોક્ટરને બતાવતા ખબર પડી કે, શિરીનને લીવર સીરોસીસ (Liver cirrhosis) નામની જીવલેણ બીમારી છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ (Liver transplant) સિવાય અન્ય કોઈ ઉપાય નથી. ફોરેમે આ અંગે જણાવ્યું હતું કે, કોરોના કાળ ચાલી રહ્યો હતો. ડોક્ટરે જણાવ્યું હતું કે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે અને કોરોનામાં ઈન્ફેક્શન વધવાની શક્યતાઓ પણ છે, અમે લીવર મેળવવા માટે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું પરંતુ ખૂબ જ લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું હતું.
પ્રેમની એક નાનકડી ભેટ
ફોરેમે વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટરે સલાહ આપી હતી કે લાઈવ ડોનર પણ શિરેનને લીવર ડોનેટ કરી શકે છે. આ માટે મેં મારી તમામ મેડિકલ પ્રક્રિયા શરૂ કરી કે જો મારું લીવર શિરીનને મેચ થઈ જાય તો, હું ટ્રાન્સપ્લાન્ટ કરાવવા પણ તૈયાર હતી. મેડિકલ તપાસમાં મારું લીવર શિરેનમાં મેચ થઈ જતા મારી ખુશીનો કોઈ પાર નહોતો. મારામાં વિશ્વાસ આવી ગયો કે, હવે મારો શિરેન બચી જશે. મારુ 70% લીવર શિરેનને આપ્યું. મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી હતી, 15 દિવસ સુધી શિરેન અને 7 દિવસ હું હોસ્પિટલાઈઝ હતી. મને આનંદ છે કે, હું જેને સૌથી વધુ પ્રેમ કરું છું તેના માટે હું કઈ પણ કરી શકું છું મારા માટે સિરેનને પ્રેમની એક નાનકડી ભેટ છે.
આ પણ વાંચો:Valentine day 2022: જાણો ભારતમાં ક્યારે અને ક્યાથી શરૂ થયો વેલેન્ટાઈન ડે
લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે પોતાની પ્રોપર્ટી પણ વેચવી પડી
શિરેને જણાવ્યું હતું કે, મારી પત્નીએ મારો જીવ બચાવ્યો છે, જે માટે હું તેનો આભારી છું. લીવર રોગથી ગ્રસ્ત હતો અને બીજી બાજુ લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ થવાનો હતો, એક તરફ મારી તબિયત અને બીજી તરફ ખર્ચને લઇ મારી પત્ની ચિંતિત હતી, પણ તેણે બહાદુરીપૂર્વક આ બંને સમસ્યાનો સામનો કરવાનો નિર્ણય કર્યો અને પોતાનું લિવર પણ ડોનેટ કર્યું અને સારવારનો તમામ ખર્ચ માટે પૈસા પણ ભેગા કર્યા. લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે અમારે સૌથી મોટી સમસ્યા પૈસાની હતી કારણ કે, એમા ઘણો ખર્ચ કરવો પડે એમ હતો. અમને ચિંતા પણ હતી કે આટલી મોટી રકમ અમે ક્યાંથી લાવીશું? સગા સંબંધી મદદ કરે તો પણ કેટલી કરે એટલે અમારી પ્રોપર્ટી પણ વેચવી પડી હતી. આજે હું ખુશ છું કે, મને ફોરમ જેવી પત્ની મળી જેણે પોતાની જિંદગીનો વિચાર કર્યા વગર મને લીવર આપીને નવજીવન આપ્યું હતું.