સુરત: સુરતમાં વાળંદ યુવા શક્તિ બ્યુટી એન્ડ સલોન એસોસિએશન દ્વારા સુરત કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, યુપીના મુઝફરનગરમાં જાવેદ હબીબ દ્વારા મહિલાના માથા (Javed Habib abused the woman) પર થુંકીને નારી શક્તિ અને વાળંદ સમાજના ક્ષૌરકર્મનું અપમાન કરવામાં આવ્યું હતું. આવા અપમાન જનક કૃત્યો ચાલવી લેવામાં નહી આવે.
આ પણ વાંચો:Javed Habib trapped by Viral Video: મહિલાના વાળોમાં થૂકવાવાળા વીડિયોથી ફસાયો જાવેદ હબીબ, પીડિતાએ જણાવી આપવીતી
આ મામલે કાર્યવાહી કરવાની માંગ
વાળંદકામ વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ સમાજની નારી શક્તિના માન સન્માનની રક્ષા કરવી એ અમારી ફરજ છે. જાવેદ હબીબના કૃત્યની અમે ઘોર નિંદા કરતા આ મામલે તેની સામે કાર્યવાહી થવી જોઈએ જેથી ક્યારેય આ કૃત્યનું પુનરાવર્તન ન થાય.
આ પણ વાંચો:BJPમાં જોડાયો છું, તો સમાજની વાત કરીશ: જાવેદ હબીબ
સમસ્ત વાળંદ સમાજે રોષ વ્યક્ત કર્યો
ઉત્તરપ્રદેશમાં મુઝફરનગરમાં આ ઘટના બની છે, દિવાળી પછી આ ઘટના બની (Viral video of hair expert Javed Habib) હતી, સમસ્ત વાળંદ સમાજરોષ વ્યક્ત કરતા જણાવે છે કે, અમારા વ્યવસાયમાં જો કોઈ આ રીતે કરશે તો તે અમે અમારા સમાજનું આપમાંન ગણીશું. આ મામલે તેની સામે કાર્યવાહી થવી જોઈએ જેથી ક્યારેય આ કૃત્યનું પુનરાવર્તન ન થાય.